તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

આદિપુરમાંકંકાસના કાનરણે ચાલુ ગાડીમાં પતિ-પત્ની વચ્ચે વિવાદ થતાં ઉશ્કેરાયેલી પત્નીએ બાળકોની હાજરીમાં ચાલતી કારે ઠેંકડો મારી દેતાં અવાક થયેલા પતિએ કાર ઉભી રાખી દીધી હતી અને પત્નીને સમજાવી માંડ અંદર બેસાડી સારવાર માટે લઇ ગયો હતો.

આદિપુર ખાતે શુક્રવારે બપોરે અઢી વાગ્યાના સુમારે મેઘપર-બોરીચીમાં રહેતા પત્નીના પિયરથી પોતાના આદિપુર 3/એ માં આવેલા ઘરેથી પરત આવતી વખતે કોઇ બાબતે દંપત્તી વચ્ચે વિવાદ થયો હતો. બે બાળકો સાથે બેઠેલા હોવા છતાં પત્નીએ ઉશ્કેરાઇ જઇ, કોમર્સ કોલેજથી કોબન ક્લબ તરફ જતા માર્ગ પર લો કોલેજ પાસે, બારણું ખોલી ઠેંક મારી દીધી હતી જેના પગલે પસાર થતા લોકો ઉભા રહી ગયા હતા. પત્નીના પ્રકારના આકરા વલણથી ડઘાઇ ગયેલા પતિદેવે કાર ઉભી રાખી દોડતા આવી પત્નીને ઉભી કરવા પ્રયાસ કરતાં રડતાં-રડતાં પત્નીએ તેની સાથે જવાનો ઇન્કાર કર્યો હતો. દરમ્યાન બશ્રન્ને બાળકો પણ મા પાસે દોડી આવ્યા હતા અને રડતી માને છાની રાખવાની કોશિશ કરી હતી. અન્ય લોકો પણ ઉભા રહી ગયા હોઇ આખરે શરમાઇને પત્નીએ માંડ-માંડ ઉભા થઇ, લંગડાતી ચાલે પતિની સાથે કારમાં બેસીને વિદાય લીધી હતી. પતિદેવ સીધા દવાખાને પહોંચ્યા હતા અને પડવાથી હાથે પગે છોલાઇ જવા સબંધે પત્નીની સારવાર કરાવી હતી. બનાવ બાદ ઉભા રહી ગયેલા લોકોએ આશ્ચર્ય સાથે વિદાય લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો