• Gujarati News
  • National
  • આદિપુર ચકરાવા પાસેથી સગીરનું અપહરણ

આદિપુર ચકરાવા પાસેથી સગીરનું અપહરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરનામદનસિંહ સર્કલ પાસે રહેતા એક 12 વર્ષીય કિશોરનું કોઇ અજાણ્યા શખ્સો અપહરણ કરી જતાં આદિપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આદિપુર પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘપર(કુંભારડી) ગામે આવેલા શનિદેવ મંદિરની સામે ઝૂંપડાંમાં કાકા સાથે રહેતો કિશોર ગત તા. 19ના સાંજે કામ પર ગયો હતો, જ્યાંથી નીકળ્યા બાદ પરત ઘરે આવ્યો હતો, જેથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઇ ભાળ મળતાં અંતે અજાણ્યો શખ્સ તેનું અપહરણ કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. તપાસનીશ સબ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરતાં તરૂણને કોઇ ઉપાડી ગયું કે ચાલ્યો ગયો, તે મુદ્દે અસંમજસ છે. કારણ કે, કિશોર હોટલથી પૈસા લઇને નીકળ્યો છે, એટલે ઉપાડી ગયા કે ચાલ્યો ગયો તે હજુ સ્પષ્ટ થતું નથી!

અન્ય સમાચારો પણ છે...