• Gujarati News
  • જૈનાચાર્યની ગાંધીધામમાં પધરામણી થશે

જૈનાચાર્યની ગાંધીધામમાં પધરામણી થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તપસ્વીસમ્રાટ,સળંગ 49મા વર્ષિતપારાધક, અચલગચ્છાધિપતિ જૈનાચાર્ય ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા તા. 29/5, શુક્રવારે સવારે 6:45 કલાકે લીલાશા સર્કલથી નગર પ્રવેશ કરી, ગાંધીધામ મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પધારશે. સકલ સંઘને શોભાયાત્રામાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. શોભાયાત્રા બાદ જૈન દેરાસરે માંગલિક પ્રવચન રાખવામાં આવેલું છે.

કાર્યક્રમને અનુલક્ષીને તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો જોડાયે તે માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાની વિગત મળી રહી છે.