• Gujarati News
  • National
  • કિડાણા પાસેથી 10 હજારના શરાબ સાથે કારચાલક પકડાયો

કિડાણા પાસેથી 10 હજારના શરાબ સાથે કારચાલક પકડાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામતાલુકાના કિડાણા ચાર રસ્તા પાસેથી પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને અટકાવીને તેની તલાશી લેતાં અંદરથી 10 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે કાર અને શરાબ મળી કુલ 2.10 લાખના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી.

પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, ગાંધીધામ તરફ એક કારમાં વિદેશી દારૂનો જથ્થો આવતો હોવાની બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી, જેના આધારે કિડાણા ચાર રસ્તા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. સમયે જીજે 12 સીડી 7621 નંબરની એક કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પોલીસે અટકાવી હતી અને ચાલકની પૂછપરછ કરતાં જગદીશ ઉર્ફે પપ્પુ લાલજી મહેશ્વરી (32, રહે. સપનાનગર, ગાંધીધામ) હોવાની ઓળખ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...