તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સંકુલમાં પાણીની સમસ્યા ઉકેલવામાં તંત્ર વામણું

સંકુલમાં પાણીની સમસ્યા ઉકેલવામાં તંત્ર વામણું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનગરપાલિકાને નર્મદા યોજનાનું પાણી આપવામાં આવી રહ્યુ છે. અગાઉ કરતા પાણી પુરવઠાના જથ્થામાં કાપ મુકવામાં આવતા પાણીનો ઓછો વપરાશ શિયાળાના કારણે શહેરના ઘણાખરા વિસ્તારમાં પાણી મળતુ હોવાની ફરિયાદ અગાઉ ઉઠ્યા પછી હજુ પણ યથાવત રહિ છે. જેના કારણે સમસ્યા ઉકેલવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યુ છે.

પાણીના રાજકારણથી લોકો અવાર નવાર ત્રસ્ત બન્યા છે. જે તે વિસ્તારમાં મુકવામાં આવેલા પૈકિ કેટલાક કી મેન દ્વારા પણ મહત્વનો રોલ ભજવીને પાણીના વિતરણમાં પાલિકા વગોવાય તેવુ ચીત્ર ઉભુ કરવામાં સફળ રહ્યા છે. બાબતે પાલિકાના અધિકારી અને પદાધિકારીના ધ્યાનની બહાર છેજ નહિ. દરમ્યાન, ચૂંટણીના સમયેજ પીવાના પાણીની તંગી ઉભી કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાની બુમ પણ ઉઠી રહિ છે. અગાઉ 35 એમએલડી પાણી અપાતુ હતુ. જેમાં કાપ મુકિને હાલ 25 એમએલડી પાણી આપવામાં આવે છે. તે પણ પુરતા પ્રમાણમાં હોવાની દલીલ કરીને પાલિકાનું તંત્ર હાથ ઉંચા કરવાનું વ્રુતિ દાખવીને સક્રિય બનતુ હોય તેમ જણાતુ નથી. સોમવારે પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પાણી મળ્યુ હોવાની ફરિયાદ પાલીકામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...