• Gujarati News
  • National
  • ભારતનગરની મહિલા પાસેથી લુંટ પ્રકરણમાં આરોપી પકડાયો

ભારતનગરની મહિલા પાસેથી લુંટ પ્રકરણમાં આરોપી પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાભારતનગર વિસ્તારમાં સોમવારના રાત્રે લગ્ન સમારંભમાંથી બહાર આવતી મહિલાના ગળામાંથી બાઈક સવારે પહેરેલા સોનાના દાગીના ખેંચી લઈ ફરાર થઈ ગયો હતો. જેને ગણતરીના સમયમાં ગાંધીધામ પોલીસે પકડી પાડ્યો હતો.

સોમવારના રાત્રે નર્મદાબેન તુલસીદાસ લુહાલ (પંચાલ) માધાપરથી લગ્નમાં હાજરી નોંધાવવા ભારતનગરમાં આવેલા લિલાશાહ ભવન ખાતે આવ્યા હતા. જ્યાંથી પરત પોતાના ભત્રીજાની પાછળ એક્ટીવા પર બેસીને જતા સમયે બાજુમાંથી અચાનક બાઈક ચાલકે આવી તેમના ગળામાંથી મંગલસુત્ર,હાર, ચેઈન મળી કુલે 2,08,000ના સોનાના દાગીનાની લુંટીને ભાગ્યો હતો. એક્ટીવા ચલાવી રહેલા યુવાને તેનો પીછો કરી તેને ધક્કો મારતા બાઈક સવાર પડી ગયો હતો, જેથી ગભરાઈ પોતાની બાઈક જીજે 12 ડીઈ 8858 ને ત્યાંજ પડતી મુકિ ભાગી ગયો હતો. સ્લીપ થઈ જવાથી એક્ટીવા ચાલક કિશોરને પણ ઈજા પહોંચી હતિ. બાઈક નંબર પરથી તપાસ કરતા તે મહેશ્વરીનગર ઝુપડાના વિષ્ણુ રામજી મહેશ્વરી (ઉ.વ.25) (રહે. મહેશ્વરીનગર ઝુપડા) લઈને ગયાનું સામે આવ્યુ હતુ. જે તે દાગીના વેંચવા લિલાશાહ સર્કલ આવતો હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી. જ્યાં બાતમી અનુસારને આવી પહોંચતા તેને પકડી પાડી જડતી લેતા તેનિ પાસેથી લુંટેલા જથ્થામાંથી 1.45 લાખના દાગીના મળી આવ્યા હતા. ગુન્હામાં અન્ય કોઇ શખ્સ સામેલ છે કે નહિ તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે. કાર્યવાહિમાં પી.આઈ. બી.એસ. સુથાર, હનુમંતસિંહ જાડેજા, સંજયભાઈ અબોટી, મહેંદ્રસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.

લગ્નમાંથી બહાર આવતા સમયે થઈ હતી2.08 લાખના દાગીનાની લુંટ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો, 1.45 લાખના દાગીના રીકવર

અન્ય સમાચારો પણ છે...