• Gujarati News
  • National
  • મામલતદાર કચેરીમાં ચૂંટણી કાર્ડની કામગીરી અટવાઈ

મામલતદાર કચેરીમાં ચૂંટણી કાર્ડની કામગીરી અટવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમામલતદાર કચેરીમાં ઈન્ટરનેટની વ્યવસ્થા કોઈ કારણોસર ખોરવાઈ જતા સોમવારે ઉઘડતી ઓફિસે સમસ્યા ઉદભવી હતી. ચૂંટણીના વાતાવરણ વચ્ચે ઉભી થયેલી સમસ્યાના કારણે ચૂંટણીના કાર્ડનું વિતરણ થઈ શક્યુ નહતુ. જેના કારણે મતદારોમાં કચવાટની લાગણી જોવા મળે છે.

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ગાંધીધામ મામલતદાર કચેરીમાં અવાર નવાર કેટલીક વખત ઈન્ટરનેટની વ્યવસ્થા ખોરવાતા લોકોના પ્રશ્નો ટલ્લે ચડતા હોય છે. અગાઉ આવા બનાવો બની ચુક્યા છે. જેને કારણે લોકોના પ્રશ્નો અટવાયા હતા. ચૂંટણી ઉપર કોંપ્યુટર ઓપરેટરની નબળી નીતીના કારણે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવા પડ્યાની ફરિયાદ અગાઉ ઉઠી છે. દરમ્યાન, હાલ મામલતદાર સુરેશ શાહના આગમન પછી લોકોના પ્રશ્નોનો ઝડપી હલ થાય અને સમયસર લોકોને સુવિધાઓ મળી રહે તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. વિવિધ દાખલા માટૅ આવતા લોકોને પણ દાખલા કાઢી આપવા માટે વિલંબ થાય તે માટે સુચના આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ આજે ઈન્ટરનેટની વ્યવસ્થા ખોરવાતા 9મી ડિસેમ્બરના મતદાન છે તેવા સમયે ચૂંટણીના કાર્ડ આપવા માટે ચાલતી કાર્યવાહિને અસર પડી હતી. કાર્ડ લેવા આવેલા લોકોને નિરાશ મને પરત જવું પડ્યુ હતુ.

ચૂંટણીના વાતાવરણ ટાંકણેજ સર્જાયેલી સમસ્યા

અન્ય સમાચારો પણ છે...