તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પરપ્રાંતમાં જવા માટૅ 50 50 ટકા સુવિધા

પરપ્રાંતમાં જવા માટૅ 50-50 ટકા સુવિધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરપ્રાંતમાં જવા માટૅ 50-50 ટકા સુવિધા

ગાંધીધામથીપોતાના વતન જવા માટે શ્રમીક તેમજ મધ્યમવર્ગના લોકો દ્રારા જરુરી ટ્રેનની સુવિધા માટે અવાર નવાર રજુઆતો કરવામાં આવી છે. પંજાબની ટ્રેન પણ મળે તે માટે પણ વખતો વખત સુર ઉઠાવવામાં આવ્યો હતો. આમા 50% જેટલી સુવિધાઓ ટ્રેનની આપવામાં આવી છે. હજુ 50% જેટલી બાકિ છે તેમ કહિ શકાય.

ક્યાંવિસ્તારમાં વસવાટ કરે છે?

જાણકારવર્તુળોના દાવા મુજબ પરપ્રાંતના લોકો જે તે વિસ્તારમાં છુટક છુટક રીતે વસવાટ કરી રહ્યા છે. જેમાં મહત્વના ગણાય તો ઉતરભારતીય પ્રાંતમાંથી ભારતનગર, સપનાનગર, કાર્ગો, ઈફ્કો, દિનદયાલ પોર્ટની કોલોની, વગેરેમાં વર્ષોથી પડાવ નાખીને ગુજરાન ચલાવી રહ્યા છે. કેટલાક લોકોતો બે થી ત્રણ પેઢીથી અહિ પોતાનુંજ વતન માનીને રહિ રહ્યા છે.

સંકુલમાંસિંધીઓનો પણ દબદબો

સુત્રોનાજણાવ્યા મુજબ સંકુલમાં સિંધીઓનો પણ દબદબો છે. ભાઈપ્રતાપ દ્વારા શહેર વસાવવામાં આવ્યા પછી શરુઆતના તબક્કે આવેલા લોકોએ અહિ પડાવ નાખ્યો છે. જોકે, અન્ય આવેલા લોકો હજુ પણ શહેરને પોતાનું શહેર ગણતા હોવાથી શહેર પ્રત્યે જે મમત્વ હોવું જોઇએ તે કોઇનું પણ જણાતુ નથી. જેને કારણે સંકુલનો અવાજ કેટલીક વખત સાંભળવામાં કેંદ્ર કે રાજ્ય સરકાર ઉપેક્ષા કરી રહિ રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...