તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ લવાતું નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ લવાતું નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ લવાતું નથીશિક્ષણનુંહબ ગણાતા આદિપુરમાં તોલાણી આર્ટ્સ કોલેજમાં ગટર ઉભરાવવાથી ગંદુ પાણી ફરી વળતાં છાત્રો હેરાન-પરેશાન થઇ ગયા છે. દુર્ગંધથી માથુ ફાટી જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. બાબતે રજૂઆત કરવામાં આવ્યા છતાં ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાની બુમ ઉઠી રહી છે.

શહેરમાં નગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખવામાં આ‌વી છે તેમાં અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. ગટર ઉભરાવવાની સમસ્યા ગાંધીધામ- આદિપુરના વિસ્તારોમાં સમયાંતરે ઉભી થાય છે. બાબતે રજૂઆત કરવામાં આવ્યા પછી ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કેટલાક કિસ્સામાં પગલા પણ ભરાય છે અને જરૂર પડ્યે ડ્રેનેજની નવી લાઇન નાખવાની કવાયત પણ હાથ ધરવામાં આવે છે. દરમિયાન તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા દીન પ્રતિદિન વકરી રહી છે. સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો