તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચાબહાર પોર્ટના પહેલા ફેઝનું કાર્ય પૂર્ણ, બે જેટીનું નિર્માણ થશે

ચાબહાર પોર્ટના પહેલા ફેઝનું કાર્ય પૂર્ણ, બે જેટીનું નિર્માણ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનામહત્વકાંક્ષી ચાબહાર પોર્ટ માટે તાજેતરમાં કંડલા થી ઘઉંની પહેલી ખેપ રવાના થઈ હતી. જેનું અફઘાનિસ્તાનમાં ધામધુમ પુર્વક સ્વાગત પણ કરાયંુ હતું. ચાબહાર પોર્ટના નિર્માણ માટેનો પ્રથમ તબક્કો પુર્ણ થયાનું ઈરાન દ્વારા જાહેરાત કરાઈ છે ત્યારે રવિવારે તેનું ઉદઘાટન કરાશે. જેમાં કેન્દ્રિય શીપીંગ મંત્રી પણ ભાગ લેશે. ત્યારબાદ ભારત દ્વારા પ્રથમ તબક્કાનું કામ શરુ કરાશે જેમાં બે જેટીનું નિર્માણ કરવામાં આવનાર છે.

પાકિસ્તાનને બાયપાસ કરી ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે વેપારની ત્રીપંખી કરાર ગતવર્ષે કરાયો હતો. ભારતના દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ અને જેએનપીટીના જોઇન્ટ વેન્ચર ઈન્ડીયન પોર્ટ્સ ગ્લોબલનો પણ નિર્માણ કાર્યમાં મહત્વનો રોલ અદા કરાઈ રહ્યુ છે. તાજેતરમાં કંડલા પોર્ટથી બંન્ને દેશના વિદેશ પ્રધાનના વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા ઘઉં ભરેલા પહેલા જહાજને કંડલાથી ઈરાનના ચાબહાર પોર્ટ મોકલાયુ હતુ. જેને ત્યાંથી અફઘાનિસ્તાનના સરહદી શહેર ઝારાંજ પહોંચ્યો હતો. જે માટેના હાઈવેનું નિર્માણ ભારત કરી ચુક્યુ છે ત્યારે ઈરાન દ્વારા ચાબહાર પોર્ટના પહેલા તબક્કાનું કાર્ય પુર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી. જેને સંભવિત ભારતના શિપિંગ મંત્રી નિતીન ગડકરીની ઉપસ્થીતીમાં તા. 03/12 ના ખુલ્લુ મુકાશે. આગામી સમયમાં ભારત તરફથી ઇન્ડીયન પોર્ટ ગ્લોબલ દ્વારા બે જેટીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ભારતે અફઘાનિસ્તાન સુધીનો હાઈવે બનાવ્યો

અન્ય સમાચારો પણ છે...