તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામથી જયપુર જતા બે યુવાનોના મોત

ગાંધીધામથી જયપુર જતા બે યુવાનોના મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનનારહેવાસી બે યુવાનો પોતાના બનેવીને ત્યાં ગાંધીધામ આવ્યા હતા, જેને પરત જતા સમયે અકસ્માત નડતા બંન્નેનું મોત થયુ હતુ. રાજસ્થાનના ઝુનઝુન શહેરના રહેવાસી અશોકસિંહ સુમેરસિંહ જાટ અને દિનેશ દિલીપ ચૌધરી ગાંધીધામમાં તેમના બનેવી અશોકને ત્યાં આવ્યા હતા. જે પરત જયપુર જઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાનના રાયપુરના ઝુંઠા ગામ નજીક રોડના કિનારે ઉભેલા ટ્રેઈલર સાથે અથડાઈ જતા બંન્નેનું ગંભીર ઈજાથી મોત થયું હતું. બન્ને યુવાનો જયપુરની કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ગાંધીધામ ગયા હોવાનું પરીવારને કહ્યુ નહતું. જેથી સમાચાર આવતા પરીવારજનોને આઘાત લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...