તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કિડાણાની બે સોસાયટીમાં પાણીના જોડાણ અપાતા નથી

કિડાણાની બે સોસાયટીમાં પાણીના જોડાણ અપાતા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામતાલુકાના કિડાણા ગ્રામ પંચાયતમાં આવેલી જયનગર અને આશાપુરાનગર વિસ્તારની સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્દભવી છે. પંચાયતમાં રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. આવી રીતે અન્ય સોસાયટીમાં રસ્તા અને સ્ટ્રીટલાઇટની પણ સુવિધા હોવા અંગે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારી સહિતનાને રજૂઆત કરવામાં આવી છે.

તાલુકાના સૌથી મોટા ગણાતી ગ્રામ પંચાયત કિડાણામાં અગાઉ વરસોથી પીવાના પાણીની ફરિયાદ ઉઠે છે. ફરિયાદ પછી પગલા પણ ભરવામાં આવ્યા હતા. પરંતુ હવે પુન: પિવાના પાણીની કેટલાક વિસ્તારમાં ફરિયાદ ઉઠી રહી છે. ગ્રામ પંચાયતના સભ્ય પ્રિતિબેન મહેશ્વરીએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, જયનગર અને આશાપુરાનગર વિસ્તારમાં લાંબા સમયથી પાણીની સમસ્યા છે. પંચાયતમાં રજૂઆત કરવામાં આવ્યા છતાં પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. બે સોસાયટી આજુબાજુ આવેલી સોસાયટીમાં પાણીના કનેકશન આપવામાં આવ્યા છે. પણ સોસાયટીમાં કનેકશન આપવામાં આવ્યા નથી. જ્યારે અન્ય સોસાયટી વિસ્તારમાં રસ્તા, સ્ટ્રીટલાઇટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં સોસાયટીમાં સુવિધા પણ આપવામાં આવી નથી. જોકે, કિડાણામાં વર્ષોથી કેટલીક સમસ્યાઓ ઉકેલાઇ હોવાની બૂમ ઉઠે છે.

ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા ઘા નાખવામાં આવી

અન્ય સમાચારો પણ છે...