• Gujarati News
  • National
  • ગુરૂનાનક સ્કૂલ પાસે જાહેરમાં એઠવાડ ઠાલવી દેવાતા ઉહાપોહ

ગુરૂનાનક સ્કૂલ પાસે જાહેરમાં એઠવાડ ઠાલવી દેવાતા ઉહાપોહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનગરપાલિકા દ્વારા જાહેરમાં કોઇ કચરો ફેંકી કે ગંદકી કરે તો તેની સામે લાલ આંખ કરીને ન્યૂસન્સનો કેસ કરવામાં આવતો હોય છે. જોકે, હાલ આ‌વી કોઇ કામગીરી કરવામાં આવતાં ન્યુસન્સ ફેલાવનારાઓને મોકળું મેદાન મળી ગયું છે. શહેરના ગુરૂનાનક પબ્લિક સ્કૂલ પાસે પાર્ટીના કોઇ જમણવાર પછી જાહેરમાં એઠવાડ ફેંકી દેવામાં આવતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. વિસ્તારના રહીશોએ પાલિકા દ્વારા જરૂરી પગલા ભરવામાં આવે તેવી માગણી કરી છે.

શહેરમાં પાલિકાના સેનીટરી વિભાગ દ્વારા સ્વચ્છતા બાબતે પગલા ભરવામાં આવી રહ્યા છે. સફાઇની કામગીરીમાં ઉઠતી ફરિયાદો પછી કેટલાક વિસ્તારમાં બેખૌફ રીતે લોકો પાલિકાની નબળી નીતિનો લાભ લઇને કચરો જાહેરમાં ફેંકીને પડકાર ફેંકતા હોય તેવી સ્થિતિ ઉભી કરતા હોય છે.

સફાઇ અભિયાનના લીરા ઉડાવાયા

અન્ય સમાચારો પણ છે...