• Gujarati News
  • જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓ પાસે દંડ વસૂલાયો

જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓ પાસે દંડ વસૂલાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરી 2800નો દંડ : મલબો નાખવાના કેસમાં 5 હજારનો દંડ ફટકારતી પાલિકા

ભાસ્કરન્યૂઝ. ગાંધીધામ

સુધરાઇદ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન અનુરૂપ વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. વિવિધ સ્તરે ચેકિંગ કરી જાહેરમાં કચરો ફેંકનારા પર તવાઇ લાવવામાં આવી રહી છે. અગાઉ જુદા-જુદા કિસ્સામાં 2900 રૂપિયાનો દંડ કરવામાં આવ્યા બાદ આજે વધુ 2800નો દંડ વસૂલવામાં આવ્યો છે.

પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દેશભરમાં સફાઇ મુદ્દે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાનમાં કોઇ કચાસ રહે, તે માટે ઉચ્ચકક્ષાએ સૂચના આપવામાં આવી રહી છે. તાજેતરમાં શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અલોરિયાએ મુલાકાત લઇ અધિકારીઓને સ્વચ્છતાના મુદ્દે કોઇ બાંધછોડ કરવા આપેલી સૂચનામાં પાલિકાના તંત્ર વાહકો જાગ્યા હતા. જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ કરી જાહેરમાં કચરો ફેંકનારા સામે પગલાં ભરવામાં આવી રહ્યાં છે. નોટિસ અને દંડ કરવામાં આવી રહ્યો છે. અગાઉ 2900ની વસૂલાત કર્યા બાદ જે-તે આસામીને આપેલી નોટિસ બાદ કાનૂની કાર્યવાહી શરૂ કરવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જાહેરમાં કચરો ફેંકેલો હોવાનું જણાતાં 2800 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વચલી બજારની આસપાસ, ઝંડા ચોક સહિતના વિસ્તારમાં બિલ્ડિંગના ચાલતાં કામ સંદર્ભે જાહેરમાં મલબો નાખવામાં આવ્યાનું જણાતાં 5 હજારનો દંડ પણ કરવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે.