Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » SRC, પોર્ટ સાથે સંકલન સાધી મહેસુલી દફતરે જમીન લો

SRC, પોર્ટ સાથે સંકલન સાધી મહેસુલી દફતરે જમીન લો

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:00 AM

ગાંધીધામ સંકુલમાં જમીનનો પ્રશ્ન વર્ષોથી સળગતો રહ્યો છે. ફ્રી હોલ્ડ જમીન કરવા પાછળ રાજકારણીઓએ અત્યાર સુધી માત્ર...

  • SRC, પોર્ટ સાથે સંકલન સાધી મહેસુલી દફતરે જમીન લો
    ગાંધીધામ સંકુલમાં જમીનનો પ્રશ્ન વર્ષોથી સળગતો રહ્યો છે. ફ્રી હોલ્ડ જમીન કરવા પાછળ રાજકારણીઓએ અત્યાર સુધી માત્ર કોણીએ ગોળ ચોપડવાની પદ્ધતિ અપનાવી હોય તેમ જણાઇ રહ્યું છે. આ પ્રશ્નનો હલ લાવવા માટે જોઇએ તેવી રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ પણ મહત્વનું પરીબળ બની ગયું છે. ગાંધીધામ ચેમ્બર દ્વારા રાજ્યના મહેસુલ મંત્રીને મળીને સંકુલની જમીનનો રેકર્ડ દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ અને સિંધી રીસસેટલમેન્ટ કોર્પોરેશન પાસેથી મેળવી મહેસુલી દફતરે જમીન લેવાની પ્રક્રિયા હાથ ધરવા માગણી કરવામાં આવી છે.

    ચેમ્બરના પ્રતિનિધિમંડળ દ્વારા રાજ્યના મહેસુલ મંત્રી કૌશીકભાઇ પટેલને મળીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ગાંધીધામ સંકુલની જમીનનો રેકોર્ડ દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ અને એસઆરસી પાસેથી મેળવી જમીનો મહેસુલી દફતરે ન ચડાવાય ત્યાં સુધી કાયદાકીય રીતે જમીનો ફ્રી હોલ્ડમાં રૂપાંતરીત થયેલી ગણાશે નહીં. આજ સુધી સરકાર દ્વારા રેવન્યુ રેકર્ડ પર ચડાવવાની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આઝાદી બાદ દેશનું ગાંધીધામ જ પ્રથમ શહેર છે જ્યાં શહેરની પ્લાનીંગ વોર્ડ, સેક્ટર પ્રમાણે કરાયું છે. તથા રેકર્ડ એસઆરસી અને ડીપીટી પાસે સહેલાઇથી ઉપલબ્ધ છે. સંકુલમાં સિટી સર્વેની ઓફિસની તાત્કાલિક શરૂઆત કરવી જોઇએ. ફ્રી હોલ્ડની પ્રક્રિયા પછી વિવિધ દસ્તાવેજોની જાળવણી અને વિશેષ રૂપે તે પછીના વ્યવહારોમાં તકલીફ પડી રહી છે તેનું નિરાકરણ આવે. અત્યાર સુધી લીઝ, સબ લીઝ, હક્કની જમીનો પૈકી કેટલીક જમીનોના દસ્તાવેજ બનાવી તેના પર ડીપીટી દ્વારા વસૂલાતા કન્ઝવઝન ચાર્જ પર થતી સ્ટેમ્પ ડ્યુટી ભરી ગાંધીધામ સબ રજીસ્ટ્રારની કચેરીએ રજીસ્ટ્રર કરવા આવા દસ્તાવેજો કલમ 33(ક) હેઠળ જિલ્લા કચેરીને મોકલવામાં આવે છે. રૂપાંતરીત દસ્તાવેજ અંતર્ગત ફક્ત સ્વરૂપ બદલાય છે. અહીં જમીનની લે-વેચની કોઇ પ્રક્રિયા ન હોવાથી સરકાર દ્વારા પુન: સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની તજવીજ કરાય છે તે અન્યાયી અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૂધ છે. આ ભારણમાંથી સરકારે મૂક્તિ આપવી જોઇએ.

    આ રજૂઆત વેળા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ જોડાઇને આ પ્રશ્નને અગ્રતા આપવા રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં ચેરમેન બાબુભાઇ હુંબલ, પૂર્વ ચેરમેન દિનેશ ગુપ્તા, નંદલાલ ગોયલ, મુરલીધર જગાણી વગેરે જોડાયા હતા.

    સળગતી સમસ્યા ઉકેલવાની મથામણ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending