• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ટાગોર રોડ પર છકડો પલ્ટી ગયો, સદભાગ્યે જાનહાનિ ટળી

ટાગોર રોડ પર છકડો પલ્ટી ગયો, સદભાગ્યે જાનહાનિ ટળી

ગા઼ધીધામના ટાગોર રોડ પર સેંટ ઝેવિયર્સના સાઇડ રોડ નજીક ઘાસ ભરીને જઇ રહેલો છકડો પલ્ટી ખાઇ જતાં ચાલકને થોડી ઘણી ઇજાઓ...

DivyaBhaskar News Network | Updated - Mar 10, 2018, 06:00 AM
ટાગોર રોડ પર છકડો પલ્ટી ગયો, સદભાગ્યે જાનહાનિ ટળી
ગા઼ધીધામના ટાગોર રોડ પર સેંટ ઝેવિયર્સના સાઇડ રોડ નજીક ઘાસ ભરીને જઇ રહેલો છકડો પલ્ટી ખાઇ જતાં ચાલકને થોડી ઘણી ઇજાઓ થઇ હતી સદ્દભાગ્યે ટ્રાફીક ઓછો હોજાને લીધે જાનહાનિ ટળી હતી.ત્યાંથી પસાર થઇ રહેલા લોકોના મતે છકડામાં લીલો ઘાસચારો ભરેલો હતો અને છકડા ચાલક કોઇ પ્રાણીને બચાવવા જતાં કાબુ ગુમાવ્યો હતો અને છકડો પલટી ગયો હતો.

સવારનો સમય હોવાથી ટ્રાફીક ઓછો હોવાથી સદ્દભાગ્યે જાનહાનિ ટળી હતી કારણ કે ટાગોર રોડ મોટા વાહનોથી ધમધમતો રોડ છે અને આ રોડ પર જતા વાહનોની ગતિ પર ચાલકો નિયંત્રણ વિના વાહનો દોડાવે છે અને અવારનવાર અકસ્માતો સર્જાય છે.અત્રે ઉલ્લેખનિય છે કે,આ રોડ પર નાના અકસ્માતો રોજ સર્જાય છે ક્યારેક જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે ત્યારે કલેક્ટરના જાહેરનામા બાદ પણ ગતિમર્યાદા જળવાતી નથી એટલે તાત્કાલિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી શરૂ કરાય તેવી રજુઆતો ઘણીવાર થઇ છે પરંતુ અમલ હજી શક્ય નથી બન્યો.

રોડની વચ્ચે પડેલો અકસ્માતગ્રસ્ત છકડો

X
ટાગોર રોડ પર છકડો પલ્ટી ગયો, સદભાગ્યે જાનહાનિ ટળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App