Home » Gujarat » Bhuj » Gandhidham » ફ્રી હોલ્ડ સહિતના ચાર મુદ્દા ડીફર કરાયા

ફ્રી હોલ્ડ સહિતના ચાર મુદ્દા ડીફર કરાયા

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:00 AM

દીન દયાલ પોર્ટમાં ઇન્ચાર્જ ચેરમેન તરીકે ચાર્જ સંભાળનાર મુંબઇ પોર્ટના ચેરમેને પોર્ટમાં કરપ્શન કોઇપણ...

 • ફ્રી હોલ્ડ સહિતના ચાર મુદ્દા ડીફર કરાયા

  દીન દયાલ પોર્ટમાં ઇન્ચાર્જ ચેરમેન તરીકે ચાર્જ સંભાળનાર મુંબઇ પોર્ટના ચેરમેને પોર્ટમાં કરપ્શન કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે તેવી જાહેરાત કરીને કર્મચારી વર્તુળોમાં સારી એવી છાપ ઉભી કરવાનો પ્રયત્ન થયો છે. દરમિયાન નવા ચેરમેનની પ્રથમ બોર્ડ મીટિંગમાં જ એક યા બીજા કારણોસર જુદી જુદી દરખાસ્તો પર ચર્ચા વિચારણા કરીને બીજી બેઠકમાં નિર્ણય લેવા સહિતના હેતુથી ડીફર કરાઇ હતી. અંદાજે 25 જેટલા નાના-મોટા તુમારમાંથી ચારમાં ડીફર અને બાકીની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. જોકે, લાંબા સમયથી સંકુલમાં સળગતા પ્રશ્ન ફ્રી હોલ્ડના મુદ્દાને પણ હાલ ડીફર રાખવાની ફરજ પડી છે.

  કંડલા પોર્ટમાં કેટલાક વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે અવારનવાર પ્રશ્નો ઉભા થતા હોય છે. મુંબઇ પોર્ટમાંથી આવેલા ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયાએ પારદર્શક વહીવટની સાથે કરપ્શનનો જડમૂળમાંથી નાશ કરવાનો અભિગમ શરૂ કર્યો છે. આ અભિગમ વચ્ચે આજે તેના અધ્યક્ષસ્થાને પ્રથમ બોર્ડ મીટિંગ મળી હતી. એઓ બિલ્ડીંગના સભાખંડમાં યોજાયેલી બોર્ડ મીટિંગમાં વિવિધ બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એસઆરસીની ફ્રી હોલ્ડની જમીનના મુદ્દે આવેલ નિર્ણયને હાલ ડીફર રખાયો હતો. ફ્રી હોલ્ડ જમીનમાં અગાઉ શિપિંગ મંત્રાલય દ્વારા જ સૂચના આવી હતી ત્યાર બાદ જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ એક નાગરીક દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ કાંઇક કાચું કપાયું હોવા કે કાનૂની પ્રશ્ન ઉભો થાય તેવું જણાતા શિપિંગ મંત્રાલયે આ બાબતે રૂકજાઓની સૂચના આપી હતી. જેને પગલે આ નિર્ણય લેવાયો હતો તેમ માનવામાં આવે છે. શિપિંગ મંત્રાલયની આ નીતિને કારણે હાલ પોર્ટના 92 અને એસઆરસીના 27 જેટલી અરજી પ્રોસેસવાળી છે તે ફ્રી હોલ્ડ થતાં અટકી ગઇ છે. સામાન્ય રીતે આ પ્રશ્ન તો સમગ્ર સંકુલનો છે. અને લાંબા સમયથી તેનો ઉકેલ લાવવા નેતાગીરી વામણી પુરવાર થઇ છે.

  જ્યારે કેટલીક જમીનની હરરાજીના મુદ્દા પણ સમયના અભાવે મુલત્વી રાખવામાં આવ્યા હોય તેવું જાણવા મળે છે. ઓઇલ જેટી 7માં બનાવવા કોમન યુઝને બદલે આઇઓસી સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. શિપિંગ અને એગ્રીકલ્ચર મીનીસ્ટ્રીમાંથી આવેલી સૂચના પછી ફર્ટીલાઇઝરના ગોડાઉન અગાઉ 30 દિવસ સુધી મફત મળતા હતા તેમાં વધારો કરીને 60 દિવસ કરવામાં આવ્યા છે. પોર્ટ પરચેજ મેન્યુઅલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ગ્રેજ્યુએટ કક્ષાના સ્થાનિક લોકોને નોકરી આપવા માટે પણ નિર્ણય લેવાયો હતો. આજની બેઠકમાં લેબર ટ્રસ્ટી મનોહર બેલાણી, મોહન આસવાણી, માવજી સોરઠીયા, ભરત રાજગોર, અન્ય સભ્યો તથા વીડીયો કોન્ફરન્સ થકી સત્યેન્દ્રસિંઘ વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો.

  બોર્ડ મીટિંગમાં પ્રોટોકોલનો ભંગ?

  જાણકાર વર્તુળોના દાવા મુજબ કેપીટીના ઇતિહાસમાં નજર નાખવામાં આવે તો બોર્ડ મીટિંગમાં જે તે સભ્યો સિવાય અન્ય હાજર રહેતા નથી. અગાઉ જે તે સમયે જે સભ્ય હતા તે પણ વિડીયો કોન્ફરન્સ થકી હાજર રહેતા હોવાથી વિરોધ પણ થયો હતો. જ્યારે આજની બેઠકમાં તો મુંબઇ પોર્ટના ઓએસડી ગીરીરાજસિંહ રાઠોડ બેઠા હોવાથી કર્મચારી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રોટોકોલનો ભંગ કેમ કરવામાં આવ્યો તે મુદ્દે પણ હાલ કર્મચારીઓમાં અટકળબાજીઓ થઇ રહી છે.

  ચેરમેને રાત્રે પોણા એક સુધી હોમવર્ક કર્યું

  કંડલા પોર્ટના વહીવટને સમજવાની સાથે સાથે બોર્ડ મીટિંગના અનુસંધાને ચેરમેન ભાટીયાએ ગુરૂવારે રાત્રિના અંદાજે 12.45 સુધી એચઓડી સાથે વિચાર વિમર્સ અને ચર્ચા વિચારણા કરીને બોર્ડની જે તે એજન્ડા પરની આઇટમ પર માહિતી મેળવીને હોમવર્ક કર્યું હતું. જેને કારણે કેપીટીના કેટલાય અધિકારીઓને ઉજાગરા કરવા પડ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ