Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ-પુરી ટ્રેનમાં પાણી ન આવતા યાત્રિકોએ ટ્રેન રોકાવી

ગાંધીધામ-પુરી ટ્રેનમાં પાણી ન આવતા યાત્રિકોએ ટ્રેન રોકાવી

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:00 AM

ગત સપ્તાહે ગાંધીધામથી ઉપડ્યા બાદ પુરી એક્સપ્રેસના એસી કોચમાં પાણીજ ન આવતુ હોવાની ફરિયાદ પ્રવાસીઓએ કરી હતી....

  • ગાંધીધામ-પુરી ટ્રેનમાં પાણી ન આવતા યાત્રિકોએ ટ્રેન રોકાવી

    ગત સપ્તાહે ગાંધીધામથી ઉપડ્યા બાદ પુરી એક્સપ્રેસના એસી કોચમાં પાણીજ ન આવતુ હોવાની ફરિયાદ પ્રવાસીઓએ કરી હતી. પરંતુ દરેક સ્ટૅશને વિભાગને જાણ કર્યા છતા આ અંગે કોઇ પગલા ન ભરાતા મહારાષ્ટ્રમાં અમલનેર સ્ટેશને ટ્રેન થોભાવી વિરોધ નોંધાવ્યો હતો. ટ્રેનોમાં વ્યવસ્થાઓને લઈને વારંવાર ફરીયાદ ઉઠતી રહી હોવા છતા રેલવે વિભાગ આ અંગે કોઇ ગંભીરતા દાખવતુ હોય તેવું પ્રતિત થતુ નથી. ગુરુવારે મહારાષ્ટ્રના જલગાંવ નજીક પહોંચેલી ગાંધીધામ પુરી એક્સપ્રેસના એસી કોચમાં પાણી ન આવતુ હોવાની ફરિયાદ લાંબા સમયથી કર્યા છતા કોઇ પગલા ન લેવાતા પ્રવાસીઓ અકળાયા હતા અને ટ્રેનને અમલનેર સ્ટૅશને રોકી જ્યાં સુધી આનો કોઇ ઉકેલ ન લવાય ત્યાં સુધી ટ્રેન ન ચાલવા દેવાનો નિર્ણય કર્યો હતો. અહિ નોંધવુ રહ્યુ કે થોડા મહિના પહેલાજ આ ટ્રેનને સુપરફાસ્ટ ઘોષીત કરાઈ છે પરંતુ ટ્રેનોમાં પાણી ન આવતુ હોવાની, સફાઈ ન થતી હોવાની વારંવાર ફરીયાદો ઉઠતી રહિ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ