ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ મીઠી રોહ નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં કરોડો રૂપિયાનો મગફળીનો જથ્થો ખાખ...

DivyaBhaskar News Network | Updated - Mar 10, 2018, 06:00 AM
ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ
ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

મીઠી રોહ નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં કરોડો રૂપિયાનો મગફળીનો જથ્થો ખાખ થઇ ગયા બાદ આ મામલે અલગ અલગ સ્થળ બતાવી આ કેસને દબાવી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અને આ બનાવમાં ખરેખર જેની તપાસ થવી જોઇએ તે ભાજપના રાજકારણી સામે કે મ ગુનો નો઼ધાતો નથી તેવી રજુઆત બીટા વલાડિયાના શંભુભાઇ રામજીભાઇ આહીરે કલેક્ટરને લેખીતમાં કરી છે.

આ બાબતે કલેક્ટરને રજુઆત કરતાં જણાવ્યું છે કે મગફળીનો જથ્થો કેટલો હતો તેની તપાસ વેરહા.સ દ્વારા કરાઇ છે કે કેમ,આ બનાવમાં કિડાણા અને મીઠી રોહર એમ બે સ્થળ બતાવી ગુમરાહ કરવાની કોશીશ કરાઇ રહી છે,તો આ પ્લોટ જેની માલિકીનો છે કે ત્રાહીત વ્યક્તિને ફાળવાયો છે,આમ ખરેખર જોઇએ તો આ જમીનનો શરતભંગનો નિયમ લાગુ પડે છેઆ નુકશાનની ભરપાઇ ગોડાઉનના માલિક એટલેકે સરકો જેને જમીન ફાળવી હોય તેના પાસે વસુલ કરવી જોઇએ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ આ ગોડાઉનનો માલિક ભાજપના રાજકીય અગ્રણી ડેની શાહ અને અન્ય એક વ્યક્તિ છે ત્યારે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ સમગ્ર બનાવની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ કે વિજીલન્સને સોંપાય તેવી માંગ કરી છે

X
ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App