Home » Gujarat » Bhuj » Gandhidham » વીડી ખાતે બાઇક પર બેસવાની ના પાડતાં ધોક્કાથી હુમલો કરાયો

વીડી ખાતે બાઇક પર બેસવાની ના પાડતાં ધોક્કાથી હુમલો કરાયો

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:00 AM

અંજારના વીડી ગામે એક યુવાને બીજાને બાઇક પર બેસવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇને ધોક્કાથી હુમલો થયો હોવાની ફરિયાદ...

  • વીડી ખાતે બાઇક પર બેસવાની ના પાડતાં ધોક્કાથી હુમલો કરાયો
    અંજારના વીડી ગામે એક યુવાને બીજાને બાઇક પર બેસવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇને ધોક્કાથી હુમલો થયો હોવાની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાઇ છે.વીડી ગામે ખેતમજુરી કરતા સચીન અભુભાઇ લાડક (કોલી)એ નોંધાવેલી ફરિયાદ મુજબ,બુધવારે રાત્રીના ભાગે વીડી ગામમાં જ રહેતો નિતેષ જયસિંઘ કોલી બાઇક પર આવ્યો હતો અને બાઇક પર બેસી પોતાની સાથે ચાલવાનું કહેતાં તેને સાથે ચાલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને યાળો બોલી બાઇકમાં રહેલા ધોક્કાથી હુમલો કરતાં ડાબા લમણામાં વાગતાં ઇજાગ્રસ્ત થયો હતો આ બાબતે પોલીસે ફરિયાદ લઇ અંજાર પોલીસના હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જાડેજાને વધુ તપાસ સોંપી છે.આ હુમલો અગાઉનું મનદુખ રાખી કરવામાં આવ્યો કે નશાની હાલતમાં કરવામાં આવ્યો કે કોઇ અનૈતિક સબંધો હોવાથી કરવામાં આવ્યો તે બાબતે તપાસ આદરવામાં આવી છે.અંજારમાં છેલ્લા થોડા સમયથી આ પ્રકારના નાનીનાની વાત પર હુમલાના બનાવો વધી ગયા છે ,ત્રણ દિવસ પહેલાં છકડામાં બેસાડવાની ના પાડતાં છકડા ચાલક પર હુમલો થયો હતો,ઘર સામે હોર્ન વગાડવાની બાબતે બે પરિવારો બાખડી પડ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ