Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » દબડા ખાતે યુવાને ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી

દબડા ખાતે યુવાને ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:00 AM

બે દિકરીના શ્રમજીવી પિતાએ ભરેલા પગલાથી શોકનું મોજું ફરી વળ્યું ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ અંજારના દબડા...

  • દબડા ખાતે યુવાને ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી
    બે દિકરીના શ્રમજીવી પિતાએ ભરેલા પગલાથી શોકનું મોજું ફરી વળ્યું

    ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

    અંજારના દબડા નજીક રહેતા 28 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભર્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે.

    આ બાબતે અંજાર પોલીસના મહેશ દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતુ઼ કે,મુળ ચીરઇનો હાલે અંજારમાં દબડા ગુલાબ મીલ સામે કોલીવાસમાં રહેતા 28 વર્ષના હીરા ભીમજી કોળીએ પોતાના ઘરે જ લાકડાના વડામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યુ઼ હતું હાલ કયા કારણોસર આ યુવાને આ પગલું ભર્યું તેનું કોઇ કારણ જાણવા મળ્યુ઼ નથી પીએમ બાદ મૃતકના પરિવાર જનો અંતિમવીધિ માટે ચીરઇ લઇ ગયા છે.મૃતક યુવાનના લગ્ન થયેલા છે અને તેને સંતાન પણ છે ત્યારે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે મૃતકના પરિવારજનોની પુછપરછ બાદ ખ્યાલ આવે તેવું જણાવ્યું હતું.પોલીસે આ ઘટનાની આગળની તપાસ આદરી છે. હજું તાજેતરમાં જ અંજારના એક પરિણિત યુવાને ફાંસો ખાઇ અંતિમ પગલું ભર્યું હતું. આ બીજો બનાવ બનવા પામ્યો છે. બે દિકરીના પિતાએ ભરેલા પગલાથી શોકનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending