ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ત્રીજી વાર હાઇકોર્ટમાં જવું પડે તે પહેલાં આડાના પુર્વ ચેરમેન સામે ફરિયાદ નોંધો

    ત્રીજી વાર હાઇકોર્ટમાં જવું પડે તે પહેલાં આડાના પુર્વ ચેરમેન સામે ફરિયાદ નોંધો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 10, 2018, 06:00 AM IST

    અંજાર આડાના પુર્વ ચેરમેન સામે તપાસ કરવા બે વાર હાઇકોર્ટ દ્વારા થયેલા આદેશ બાદ પણ કોઇ કાર્યવાહી ન થતાં...
    • ત્રીજી વાર હાઇકોર્ટમાં જવું પડે તે પહેલાં આડાના પુર્વ ચેરમેન સામે ફરિયાદ નોંધો
      ત્રીજી વાર હાઇકોર્ટમાં જવું પડે તે પહેલાં આડાના પુર્વ ચેરમેન સામે ફરિયાદ નોંધો
      અંજાર આડાના પુર્વ ચેરમેન સામે તપાસ કરવા બે વાર હાઇકોર્ટ દ્વારા થયેલા આદેશ બાદ પણ કોઇ કાર્યવાહી ન થતાં બીટાવલાડીયાના શંભુભાઇ રામજીભાઇ આહિરે અંજાર વિભાગના નાયબ પોલીસવડાને ત્રીજી વાર હાઇકોર્ટમાં જાવું પડે તે પહેલાં પુર્વ ચેરમેન વિરૂધ્ધ એફઆઇઆર કરવા લેખિત રજુઆત કરી છે.

      આ રજુઆતમાં તેમણે જણાવ્યા મુજબ,આડાના પુર્વ ચેરમેન નીરવ ભાદરિયા દ્વારા મોટા પ્રમાણમાં સરકારી નાણાની ઉચાપત કરી,તંત્રને ગેર માર્ગે દોરી ગંભીર ફોજદારી ગુનો બનતો હોઇ આ બાબતે કરેલી ફરિયાદ બાદ કોઇ પગલાં ન લેવાતાં હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેમાં હાઇકોર્ટે આ કેસમાં તપાસ કરવાનો હુકમ કર્યો હોવા છતાં કાર્યવાહી ન થતાં બીજી વાર હાઇકોર્ટમાં આપીલ કરી જેમાં સ્પેશીયલ ક્રમીનલ એપ્લીકેશન નંબર 8473/2017 વાળા કામે 6 નવેમ્બરના હુકમ કરાયો આ હુકમ મુજબ અંજાર ડીવાયએસપીએ તપાસ કરવાની રહે છે ,તેમણે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું પરંતુ કોઇ નક્કર પરિણામ મળ્યું નથી,આ પ્રકરણ ફક્ત દસ્તાવેજી પુરાવાને આધારિત ગુનાનું પ્રકરણ છે જેમાં કોઇ વિશેષ તપાસ ,ફોરેન્સીક પુરાવા કે અન્ય શોધખોળની જરૂર રહેતી ન હોવા છતાં અને તમામ પોલીસ પાસે ઉપલબ્ધ હોવા છતાં પુર્વ ચેરમેન સામે હજી સુધી એફઆઇઆર નોંધવામાં આવી નથી.ત્યારે ત્રીજીવાર કોર્ટમાં જાવું પડે તે પહેલાં ગુનો નોંધવા આ લેખિત અરજી શંભુભાઇ આહીર દ્વારા કરવામાં આવી છે.

      15 હજાર લેખે 3.60 લાખ ચૂકવાયા અને પરત કરાયાના આડા ઓફિસના ભેદભરમ

      આડાના પુર્વ ચેરમેન નિરવ ભાદરિયાને રૂ.15,000 લેખે 24 મહિનાના રૂ.3,60,000ફેબ્રુઆરી માસમાં આડા તરફથી નિરવભાઇને ચુકવવા પત્ર લખાયો આ પત્રમાં વિચિત્ર ફેરફારો અને અલગ અલગ અક્ષરો હોવાનું જણાય છે અને આશ્ચર્ય વચ્ચે જે દિવસે પત્રની બજવણી થઇ તે જ દિવસે રકમની ચુકવણી આડામાં થઇ.કાયદાની જોગવાઇ મુજબ રકમ જમા કરાવ્યાથી ગુનો પુરો થતો નથી,જો આમ રકમ જમા કરાવ્યાથી ગુનો પુરો થતો હોય તો દરેક ઉચાપત કરનાર એમ જ કરે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ત્રીજી વાર હાઇકોર્ટમાં જવું પડે તે પહેલાં આડાના પુર્વ ચેરમેન સામે ફરિયાદ નોંધો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `