Home » Gujarat » Bhuj » Gandhidham » 16મીએ ગાંધીધામ તાલુકા પંચાયતનું બજેટ મંજુર કરાશે

16મીએ ગાંધીધામ તાલુકા પંચાયતનું બજેટ મંજુર કરાશે

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:00 AM

ગાંધીધામ તાલુકા પંચાયતનું 2018-19નું બજેટ તૈયાર કરીને તેને ગત જાન્યુઆરી માસમાં મંજુર કરવાના હેતુથી સામાન્ય સભા...

  • 16મીએ ગાંધીધામ તાલુકા પંચાયતનું બજેટ મંજુર કરાશે
    ગાંધીધામ તાલુકા પંચાયતનું 2018-19નું બજેટ તૈયાર કરીને તેને ગત જાન્યુઆરી માસમાં મંજુર કરવાના હેતુથી સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ સભામાં મંજુર થયેલા બજેટને નિયમ મુજબ બહાલી આપવા માટે જિલ્લા પંચાયત મોકલી અપાયું હતું. હવે પુન: બજેટને આખરી સ્વરૂપ આપવાના હેતુથી તા.16મીના તાલુકા પંચાયતની બેઠક બોલાવવામાં આવી છે.

    વિપક્ષ તરીકે કોંગ્રેસના વામણા દેખાવ અંગે નેતાગીરી પણ મૌન સેવી બેઠી છે તેની સામે સત્તાપક્ષ ભાજપના જ કેટલાક સભ્યો દ્વારા અવાજ ઉઠાવીને લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન તાલુકા પંચાયતની બેઠકમાં કરવામાં આવે છે. આગામી 16ની બેઠકમાં જિલ્લા પંચાયતમાંથી કોઇપણ જાતની કાપકૂપ વગર મંજુરી આપીને આવેલ બજેટને સર્વાનુમત્તે બહાલી અપાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ