• Gujarati News
  • National
  • કનેક્શન આપવામાં નડે છે એક નેતાનું ગ્રહણ

કનેક્શન આપવામાં નડે છે એક નેતાનું ગ્રહણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કનેક્શન આપવામાં નડે છે એક નેતાનું ગ્રહણ

હાઇએલર્ટ વચ્ચે CO કોર્ટની મુદ્દતે ગયા

ગાંધીધામ-આદિપુરનીસ્થિતિ અત્યંત કફોડી બની ગઇ હતી. બીજી બાજુ પાલિકાના ચીફ ઓફિસર ગેરહાજર જોવા મળ્યા હતા. તંત્રની હાઇએલર્ટ વચ્ચે મુખ્ય અધિકારી પટેલ હાઇકોર્ટ મુદ્દતમાં અમદાવાદ ગયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રમુખ, સીઓ હાજર રહી પ્રશ્નો તો સાંભળો : વિપક્ષી નેતા

વિરોધપક્ષનાનેતા સંજય ગાંધીએ જણાવ્યું હતું કે, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આમ તો વિકાસકામો કરવામાં આવતા નથી! કોંગ્રેસી નગરસેવકો પોતાના વોર્ડની સમસ્યા લઇને જેટલી વાર સુધરાઇ કચેરીએ આવ્યા છે, ત્યારે પાલિકા પ્રમુખ સુરેશ શાહ અને મુખ્ય અધિકારી જિગર પટેલ હાજર રહેતા નથી! અંતમાં 10x10ની ચેમ્બરમાં બેસીને કમ સે કમ લોકોના પ્રશ્ન તો સાંભળો તેવી ટકોર કરી હતી.

પાલિકાની ટીમને કામે લગાડી દેવાય છે : OS

મહિલાઓનીરજૂઆત અને પરિસ્થિતિને ધ્યાને લઇ તાત્કાલિક સુધરાઇની એક ટીમને સ્થળ પર રવાના કરી દેવામાં આવી છે. સાથોસાથ જેટિંગ મશીન અને વેક્યૂમ મશીનથી પાણી ઉલેચવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ અનિલ જોષીએ જણાવ્યું હતું.

સુંદરપુરી વિસ્તારની મહિલાઓનો રોષ પારખી ગયેલા પાલિકાના કર્મચારીઓએ કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે તંત્રવાહકોએ પોલીસ બોલાવી લીધી હતી.

મહિલાઓના રોષને પગલે તંત્રવાહકોએ પોલીસ બોલાવી

રાજકીય વર્તુળોમાંથી જાણવા મળતી વિગત મુજબ, ડો. તીલવાણીના દવાખાનાની પાછળના ભાગ પાણીની લાઇન નાખી દેવામાં આવી છે. લાઇન નખાયા બાદ કનેક્શન દેવા પાલિકાના કર્મચારીઓ તૈયાર છે, સુધરાઇના એક પદાધિકારનું ગ્રહણ નડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...