• Gujarati News
  • સગીરાના અપહરણમાં ત્રણ સામે ફરિયાદ

સગીરાના અપહરણમાં ત્રણ સામે ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગળપાદરમાંરહેતી સગીરાને અંજારના ત્રણ શખ્સ બદકામ કરવાના ઇરાદે ભગાડી જતાં તેના પિતાએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે માહિતી આપતાં કહ્યું હતું કે, ગળપાદર ગામે રહેતી તરૂણી પોતાના ઘરે હતી. ત્યારે ત્રણેક દિવસ પૂર્વે અંજારના રાજુ ચતુર આહિર, સાગર લુહાર અને અન્ય એક અજાણ્યો ઇસમ આવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ફોંસલાવી ભગાડી ગયા હતાં.

પરિવારજનોને પુત્રી નજરે પડતાં શોધખોળ શરૂ કરી હતી. પરંતું ગામમાં ક્યાંય પત્તો લાગ્યો હતો. જેથી નજીકમાં રહેતાં સબંધીને ત્યાં પણ તપાસ કરી હતી. પરંતું કોઇ ભાળ મળી હતી. તેવામાં કિશોરીના પિતાને આરોપીઓ ભગાડી ગયાનું જાણમાં આવતાં પોલીસમાં ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.