તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રચારમાં હજુ ગરમી આવતી નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આચારસંહિતાના પગલે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી બોર્ડ, હોર્ડીંગ રાજકીય પક્ષોના ઉતારી લેવામાં આવ્યા હતા. જે તે પક્ષના લખાણ પણ દિવાલ પર લખવામાં આવ્યા હતા, તે પણ દુર કરાયા હતા. પરંતુ હજુ ઘણી જગ્યાએ રાજકીય લખાણ પર કુચડો મારવાનું મુહુર્ત આવ્યુ નથી. જેમાં ગણેશનગર વિસ્તારનો સમાવેશ થાય છે.

આચાર સંહિતાના કારણે પણ માહોલને અસર

ચૂંટણીપંચદ્વારા લાદવામાં આવેલી આચારસંહિતાના કારણે ઘણાખરા વિસ્તારોમાં કે ચૂંટણી જેવો માહોલ જોવા મળતો હતો. તેવું વાતાવરણ હજુ જોવા મળતુ નથી. બેનર, પતાકા લગાવવાની મનાઈ હોવાથી પણ પ્રચારમાં રાજકીય પક્ષોને જોઇએ તેવી સફળતા મળતી નથી.

નેતાઓનાકોઇ કાર્યક્રમો નક્કી નથી થયા

પ્રચારમાંતેજી આવે તે હેતુથી રાજકીય પક્ષો વિવિધ નુસ્ખા અપનાવતા હોય છે, જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવતુ હોય છે. જોકે મુખ્ય રાજકીય પક્ષોમાં હજુ પણ કોઇનો કાર્યક્રમ નક્કી થયો હોય તેમ જણાતુ નથી. શહેર ભાજપ પ્રમુખ દિપક પારખે જણાવ્યુ હતુ કે ગાંધીધામમાં બે સભા યોજાશે પરંતુ કોણ આવશે તે હજી નક્કિ નથી. જ્યારે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને વિપક્ષના પુર્વ નેતા સંજય ગાંધીએ જણાવ્યુ હતુ કે સભાનું હજી કોઇ નક્કી નથી. આગામી દિવસોમાં કાર્યક્રમો તૈયાર થશે. આમ, બંન્ને પક્ષમાં હજુ જોઇએ તેવો ટૅમ્પો જામ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...