• Gujarati News
  • ગાંધીધામ શહેર ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાનનો થયેલો આરંભ

ગાંધીધામ શહેર ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાનનો થયેલો આરંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓનલાઇન સભ્ય નોંધણી કરવામાં આવ્યા બાદ હવે મતદાતા સુધી પહોંચવા માટે મહાસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઓનલાઇન નોંધાયેલા સભ્યોના ફોર્મ ભરવાથી માંડી અન્ય વિગતો મેળવવામાં આવશે. સાથે સાથે મતદારોનો સંપર્ક પણ કરવામાં આવનાર છે. અભિયાન અંતર્ગત જુદા જુદા આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે.