• Gujarati News
  • ‘સંકુલના હિત અને પ્રાણ પ્રશ્નો ઉકેલવા ચેમ્બર સક્રીય રહેશે’

‘સંકુલના હિત અને પ્રાણ પ્રશ્નો ઉકેલવા ચેમ્બર સક્રીય રહેશે’

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. કાર્યવાહક સમિતિ બાદ ગુરૂવારે ચેમ્બરના પ્રમુખ સહિતના હોદ્દેદારોની સર્વાનુમત્તે એક વર્ષ માટે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખે સંકુલના હિત માટે તેમજ શહેરના પ્રાણ પ્રશ્નો ઉકેલવા ચેમ્બર સદેવ સક્રીય રહેશે તેવો સંકેત આપ્યો હતો.

નિયત સમયમાં 25 સભ્યોની બેઠક સામે 31 ઉમેદવારી પત્ર ભરાયા હતા. ફોર્મની ચકાસણી પછી 9મી ઓગસ્ટે યોજાનારી ચૂંટણી પહેલા ઉમેદવારો ખસી જતાં તમામ બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીની જાહેરાત બાદ ગુરૂવારે કાર્યવાહક સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં એક વર્ષ માટે સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ દિનેશ ગુપ્તા, ઉપપ્રમુખ બાબુભાઇ બી. હુબલ, માનદ મંત્રી મુરલીધર જગાણી અને આશિષ જોશી તથા ખજાનચી રેવા રામચંદ કલવાણીનો સમાવેશ થાય છે. પદાધિકારીઓની ચૂંટણીની પ્રક્રિયા ચેમ્બરના પૂર્વ પ્રમુખ ચંપાલાલ પારખે સંપન્ન કરાવી હતી. નવા વરાયેલા પ્રમુખ દિનેશ ગુપ્તાએ સંકુલના હિત માટે તેમજ શહેરના પ્રાણ પ્રશ્નોને ઉકેલવામાં ચેમ્બર સદેવ સક્રિય રહેશે તેવું જણાવી તેમની ટીમને સભ્યોનો સહકાર મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ટીમને અન્ય પદાધિકારીઓ પોતાના સહકારની ખાતરી આપી છે તેમ માનદ મંત્રી જણાવ્યું છે.

પ્રમુખ

ઉપપ્રમુખ

માનદમંત્રી

સહમંત્રી

કોષાધ્યાક્ષ

ગાંધીધામ ચેમ્બરના નવ નિયુક્ત પ્રમુખનો સંકેત