• Gujarati News
  • National
  • પાયાની સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ ગયાનો આક્ષેપ

પાયાની સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ ગયાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામપાલિકામાં વિપક્ષ તરીકે લાંબા સમયથી મૌન રહેવામાં પસંદ કરેલ કોંગ્રેસે વળી દશેરાના દિવસે ઘોડું દોડે તે રીતે નીતિ અપનાવીને બાબતે કલેક્ટરને પત્ર પાઠવી લોકોને પાયાની સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કરી લોકોને તાકીદે પ્રાથમિક જરૂરીયાત મુજબની સુવિધા મળે તે માટે પગલા ભરવા માગણી કરી છે.

નગરપાલિકામાં ભાજપના 45 સભ્યો ચૂંટાયા હતા. તેમાંથી બે નલિયા દુષ્કર્મ કાંડમાં સંડોવાતા પક્ષમાંથી તેને દૂર કરવામાં આવ્યા છે. હાલ 43 સભ્યોની તોતિંગ બહૂમતિને કારણે કેટલીક વખત સભામાં પણ બહૂમતિનું શસ્ત્ર અજમાવવામાં આવે છે. વિપક્ષ તરીકે માત્ર સભામાં દેખાવ કરવામાં આવે છે જ્યારે હકીકતે પાયાની સુવિધાના પ્રશ્નો ઉઠાવવા માટે કોઇ અવાજ ઉઠાવવામાં આવતો નથી. નિંદ્રાધીન અવસ્થામાં રહેલી કોંગ્રેસે તાજેતરમાં કલેક્ટરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, ગાંધીધામ- આદિપુરમાં ચોથે પાંચમે દિવસે પાણી વિતરણ થાય છે અને મહિનાનો વેરો વસૂલવામાં આવે છે. રોડ, ગટર, તેમજ સ્ટ્રીટલાઇટની સુવિધા પુરી પાડવામાં પછાત વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયાના બીલ ચૂકવાય છતાં શહેરી વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. નિયમિત રીતે સફાઇ થતી નથી. એલઇડીનો કોન્ટ્રાક્ટ આપ્યા પછી મનમાની પદ્ધતિ ચલાવવામાં આવે છે. અનેક વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ કાયમ માટે બંધ રહે છે. અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. રસ્તા પર પણ મોટા ખાડા પડી ગયા છે. તેને પુરવા માટે મેટલ નાખવામાં આવતી નથી. વિકાસના કામો પાછળ કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવ્યા પછી શહેરીજનોને પુરતી સુવિધા મળતી નથી. સંકુલની વસ્તી વધી રહી છે અને નોકરીયાતો અને ધંધાર્થીને સમયસર પહોંચવા છકડાનો સહારો લેવો પડે છે. બે વર્ષ પહેલા સિટી બસ શરૂ કરવામાં આવી હતી. તે બંધ કરી દેવામાં આવી છે.

ક્યારેક જાગતી કોંગ્રેસે દશેરાએ મૂહૂર્ત કાઢ્યું

અન્ય સમાચારો પણ છે...