સવારથી જ દુકાનો બંધ રહી : તોડફોડ

DivyaBhaskar News Network

Apr 03, 2018, 05:45 AM IST
સવારથી જ દુકાનો બંધ રહી : તોડફોડ
એસ.સી. એસ.ટી. અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના વિરોધમાં સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એલાનના પગલે ગાંધીધામ સંકુલમાં સવારથી જ દુકાનો બંધ કરવા માટે લોકોના ટોળા ઉતરી આવ્યા હતા અને મુખ્ય બજારો સહીત જુદા જુદા સ્થળોએ નાની મોટી દુકાનો પણ બંધ રહેવા પામી હતી. રેલી આકારે જઇને મામલતદારને આવેદનપત્ર પાઠવી કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોમ્પલેક્ષોમાં પણ જઇને ઓફીસો બંધ કરાવવામાં આવી હતી. ગાંધીધામથી આદીપુરને જોડતા મહત્વના એવા ઓસ્લો સર્કલ પર સવારથી જ વાહનો માટે પ્રવેશબંધી ટોળા દ્વારા કરી દેવામાં આવતા વાહનોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. ગાંધીધામ શહેરમાં વેપારીઓ સાથે રકઝકના બનાવો પણ બન્યા હતા અને વેપારીઓએ પણ સામી રેલી કાઢી હતી. સામાન્ય તોડફોડના બનાવોને બાદ કરતા મોડી સાંજ સુધી સ્થિતિ સામાન્ય જણાઇ હતી. ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સંગઠનો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનના પગલે સોમવારે સવારથી જ જુદા જુદા વિસ્તારેામાં લોકોના ટોળા ઉમટયા હતા. જે દુકાનો ચાલી હતી તે બંધ કરાવી દેવામાં આવી હતી. ઓસ્લો સર્કલએ ચક્કાજામ કરી દેવામાં આવ્યું હતું. સવારથી જ આ સર્કલ પર ટાયર સળગાવવાથી માંડીને વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવતા લોકોને અન્ય રસ્તેથી પોતાના ગંતવ્ય સ્થાને જવું પડયુ હતું.

ટાગોર રોડ પર કોમ્પલેક્ષમાં તોડફોડ

ટાગોર રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં વેપારીઓ સાથે રકઝક થયા પછી ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. ટાગોર રોડ પર બે થી ત્રણ જગ્યાએ ટાયર સળગાવીને વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

શાળાએથી આવતા બાળકો અટવાયા

શાળાઓમાં ગયેલા બાળકોને પોતાના વાહનો ન મળતા અટવાઇ ગયા હતા. સજ્જડ રીતે બંધ રહેલા શહેરમાં બજારમાં જોવામાં આવે તો સ્વયંભૂ કર્ફયુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ટોળાની પાછળ પાછળ પોલીસને પણ સંતાકુકડી રમવી પડી હતી.

વેપારીઓએ તોડફોડનો વિરોધ કર્યો

ગાંધીધામના વેપારીઓએ કેટલાક સ્થળોએ ટોળા દ્વારા દુકાનો બંધ કરાવવાના હેતુથી કરવામાં આવેલી તોડફોડનો વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ દ્વારા એકત્ર થઇને રેલી કાઢી ઝંડા ચોક ખાતે થયેલ તોડફોડ અંગે લાગણી વ્યકત કરવા પ્રશાસનને આવેદનપત્ર આપ્યું હતું. વચલી બજાર વિસ્તારમાં એક તબક્કે હળવો લાઠી ચાર્જ કરવો પડે તેવી સ્થિતિ પણ સર્જાઇ હતી અને ટોળાને વિખેરવાની પોલીસને ફરજ પડી હતી.

X
સવારથી જ દુકાનો બંધ રહી : તોડફોડ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી