• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • લાંબા રૂટની બસ ડેપો પર રોકી મુસાફરોને રીફંડ આપવું પડયુ

લાંબા રૂટની બસ ડેપો પર રોકી મુસાફરોને રીફંડ આપવું પડયુ

DivyaBhaskar News Network

Apr 03, 2018, 05:45 AM IST
લાંબા રૂટની બસ ડેપો પર રોકી મુસાફરોને રીફંડ આપવું પડયુ
ભારત બંધના અપાયેલા એલાનના પગલે આજે લાંબા રૂટની એસ.ટી. બસને બપોરે 12 કલાક સુધી કોઇ ખાસ અસર પડી ન હતી. પરંતુ ત્યારબાદ જેમ જેમ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવી રહ્યા સહીતના સંદેશાઓ મળતા જ ગાંધીધામ એસ.ટી. ડેપો પર તેની અસર જોવા મળી હતી.

12.30 કલાક પછી આવેલી બસને રોકી દેવામાં આવી હતી. અને જ્યાં સુધી અન્ય સુચનાઓ ન આવે ત્યાં સુધી આ બસને આગળ ન લઇ જવા માટે નક્કી કરવામાં આવ્યું હતું જેના કારણે મુસાફરોને જો ઉતરી જવું હોય તો રીફંડ પણ આપવાની કાર્યવાહી શરૂ કરવી પડી હતી.

એસ.ટી. ડેપો પર ધમધમાટ ચાલુ રહ્યો હતો અને મુસાફરોની અવરજવર સવારથી જ જોવા મળતી હતી. અપડાઉન કરનારો વર્ગ પણ મોટા પાયા પર હોવાથી આ સેવાનો લાભ લઇ રહ્યા છે. દરમ્યાન લાંબા રૂટની એસ.ટી. બસ ગાંધીધામમાં આવવા કે જવા માટે મહત્વના એવા ઓસ્લો સર્કલ પર ટ્રાફીક માટે ચક્કાજામ કરી દેવામાં આવતા એસ.ટી. પ્રશાસનને ગળપાદર રોડથી બારોબાર બસની આવન જાવન કરાવવાની ફરજ પડી હતી.

ભુજથી અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર જતી લાંબા રૂટની બસોને અંજારથી ભીમાસર, ભચાઉ ડાયવર્ટ કરી દેવામાં આવતા આદીપુર અને ગાંધીધામના પ્રવાસીઓ રઝળી પડયા હતા. ગાંધીધામ આવી રહેલા પ્રવાસીઓને આદીપુરના બદલે અંજાર ઉતારી દેવામાં આવ્યા હતા. એસ.ટી. ડેપોના સુત્રોના જણાવ્યા મુજબ સવારના સમયે બસ વ્યવહાર ચાલુ હતો પરંતુ પાછળથી સંદેશો આવતા બપોર પછી જ્યાં સુધી અન્ય કોઇ સુચના ન આવે ત્યાં સુધી અહીં રોકી દેવામાં આવી છે.

X
લાંબા રૂટની બસ ડેપો પર રોકી મુસાફરોને રીફંડ આપવું પડયુ
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી