ગોદી કામદારોના પ્રશ્નો અંગે મીટીંગ યોજાઈ

DivyaBhaskar News Network

Apr 03, 2018, 05:45 AM IST
ગોદી કામદારોના પ્રશ્નો અંગે મીટીંગ યોજાઈ
દેશના મહાબંદરો પર કામ કરતા બંદર અને ગોદી કામદારોની કેટલીક કેટૅગરીના વર્ગીકરણ માટે દિલ્હીમાં અફઝલ પુલકર કમીટીએ ભલામણ આપી હતી. જે પૈકિ કેટલીક કેટૅગરી માટૅ શીપીંગ મંત્રાલયે આદેશ કરીને વર્ગીકરણની ભલામણના અમલ કરવા જણાવ્યુ હતુ. તે અંગે દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં મહ્હોમંદ હનીફ, મનોહર બેલાણી સહિતના હાજર રહ્યા હતા, જેમા બાકી રહી ગયેલી કેટૅગરીઓ જેમ કે મીસ્ટ્રીયલ (ક્લેરીકલ) ટ્રાફીક આઉટડોર, મરીન કેમ વીંગ્સ, ટ્રેન ડ્રાઈવર, સીંગલ મેન, ફાયર બ્રિગેડ, પેરા મેડીકલની વિવિધ કેટૅગરી અંગે નીમાયેલી કેટૅગરીની મીટીંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેટલીક કેટૅગરી અંગે સંમતી સધાઈ હતી, હવે બીજી મીટીંગમાં દ્રિ પક્ષી વેજ કમીટીને ભલામણ કરવામાં આવશે.

X
ગોદી કામદારોના પ્રશ્નો અંગે મીટીંગ યોજાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી