Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ પાણીનો વ્યાપક

ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ પાણીનો વ્યાપક

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 05:45 AM

ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ પાણીનો વ્યાપક પ્રમાણમાં બગાડ થઇ રહ્યો છે જેને રોકવા માટે...

  • ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ પાણીનો વ્યાપક

    ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ પાણીનો વ્યાપક પ્રમાણમાં બગાડ થઇ રહ્યો છે જેને રોકવા માટે એક્શન પ્લાન તૈયાર કરવો જોઇએ તેવી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર કાગળ ઉપર જ ઘોડા દોડાવવાની નીતી અપનાવવામાં આવી રહી છે. હકીકતએ ફરીયાદ કરવામાં આવ્યા પછી પણ લીકેજ દુર કરવા માટે કે પાણીનો બગાડ કરનારાઓ સામે લાલ આંખ કરવા પાલિકા દ્વારા કોઇ જ પગલા ભરવામાં આવતા નથી તે હકીકત છે. એસડીએક્સ નોર્થમાં છેલ્લા કેટલાક સમયથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. દરમ્યાન પાણીના સપ્લાય સમયે નોર્થ વિસ્તારમાં આઠ દિવસથી પાણીનો બગાડ થઇ રહ્યો છે. પાલીકાને રજુઆત કરી છતાં કોઇ જ પગલા ભરાયા નથી.

    નર્મદા ડેમમાં પાણી ઓછું હોવાથી તેની સીધી અસર જુદા જુદા શહેરોમાં પડી રહી છે. નર્મદાના પાણી પર આધારીત ગાંધીધામમાં પાણીનો બગાડ ન થાય તે માટે પાલિકા પાસે કોઇ જ નક્કર આયોજન નથી. ચીફ ઓફીસર નીતીન બોડાત એક બાજુ એવી જાહેરાત કરી ચુક્યા છે કે પાણીનો કરકસરથી ઉપયોગ કરવો અને બગાડ કરનારાઓ સામે નોટીસ આપવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી આવી કોઇ નોટીસ પાણીનો બગાડ કરનારાઓને પહોંચી હોય તેવું પણ ધ્યાનમાં આવ્યું નથી. જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે શહેરના નોર્થ વિસ્તારમાં પાણીના સપ્લાય સમયે હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. પાણીના બગાડને રોકવા માટે અને લીકેજ દુર કરવા રહીશો દ્વારા આઠ દિવસ પહેલા ફરિયાદ કરવામાં આવી છે પરંતુ આજ સુધી પાલિકાના કોઇ જ અધિકારીઓ આ બાબતે પગલા ભર્યા નથી. તે જણાવે છે કે પાલિકાના અધિકારીઓની પાણીના બગાડ પ્રત્યે પગલા ભરવાની કેવી નીતિ અપનાવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending