Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ- આદિપુરનો વિકાસ થઇ રહ્યો છે. જુદા જુદા સ્થળે

ગાંધીધામ- આદિપુરનો વિકાસ થઇ રહ્યો છે. જુદા જુદા સ્થળે

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 05:45 AM

ગાંધીધામ- આદિપુરનો વિકાસ થઇ રહ્યો છે. જુદા જુદા સ્થળે દબાણ પણ વધી રહ્યા છે. દબાણ દૂર કરવા માટે પાલિકા પાસે...

  • ગાંધીધામ- આદિપુરનો વિકાસ થઇ રહ્યો છે. જુદા જુદા સ્થળે

    ગાંધીધામ- આદિપુરનો વિકાસ થઇ રહ્યો છે. જુદા જુદા સ્થળે દબાણ પણ વધી રહ્યા છે. દબાણ દૂર કરવા માટે પાલિકા પાસે એન્ક્રોચમેન્ટ વિભાગમાં સ્ટાફની અછતની સાથે જરૂરી સાધન સુવિધાઓ પણ ન હોવા વગેરે મુદ્દા ઉડીને આંખે વળગી રહ્યા છે. પાલિકા પ્રમુખના ધ્યાનમાં આ વાત આવતાં આગામી દિવસોમાં સ્ટાફની ઘટ દૂર કરાવીને વાહન ફાળવીને પુરતી સુવિધાઓ આપી શહેરમાં થઇ રહેલા દબાણકારો સામે લાલ આંખ કરવા આ વિભાગને કાર્યરત કરવા માટે તૈયારી દાખવી છે.

    શહેરમાં દબાણો વધી રહ્યા છે. દબાણ દૂર કરવા માટે અવારનવાર પ્રશ્નો ઉભા થતા હોય છે. પાલિકાના દબાણશાખા દ્વારા એક એવી પણ હકીકત રજૂ કરવામાં આવી રહી છે કે, દબાણ દૂર કરવા માટે સ્ટાફની અછત છે અને જોઇએ તેવા વાહનોની સુવિધા પણ આપવામાં આવી નથી. દરમિયાન રોજેરોજ દબાણકારોનો રાફડો ફાટ્યો છે. પાલિકા દબાણકારો સામે લાલ આંખ કરવા માટે નબળી પુરવાર થઇ રહી છે તે પણ હકીકત છે.

    કેટલાક સંજોગોમાં રાજકીય પ્રેસર આવતાં દબાણકારોને મોકળું મેદાન મળી જતું હોય છે. પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાએ જણાવ્યું છે કે, તેમની સમક્ષ આવેલી રજૂઆતો પછી હવે આગામી દિવસોમાં દબાણ શાખામાં એક નવું વાહન આપવાની સુવિધા કરવામાં આવશે. સ્ટાફની અછત છે તેમાં સિક્યોરીટીની સેવા લેવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending