Home » Gujarat » Bhuj » Gandhidham » વેસ્ટર્ન રેલવેમાં ગાંધીધામ રેલવે સ્ટૅશનથી સરેરાશ વેગન લોડની માત્રામાં

વેસ્ટર્ન રેલવેમાં ગાંધીધામ રેલવે સ્ટૅશનથી સરેરાશ વેગન લોડની માત્રામાં

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 05:45 AM

વેસ્ટર્ન રેલવેમાં ગાંધીધામ રેલવે સ્ટૅશનથી સરેરાશ વેગન લોડની માત્રામાં આ વર્ષે પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો...

  • વેસ્ટર્ન રેલવેમાં ગાંધીધામ રેલવે સ્ટૅશનથી સરેરાશ વેગન લોડની માત્રામાં

    વેસ્ટર્ન રેલવેમાં ગાંધીધામ રેલવે સ્ટૅશનથી સરેરાશ વેગન લોડની માત્રામાં આ વર્ષે પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે ગત વર્ષેના સરેરાશ વેગન લોડીંગની સામે 2017 - ‘18 ના ગાળામાં 95 વેગનનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

    ડિવીઝનલ રેલવે મેનેજરે ગાંધીધામ અમદાવાદ ડીવીઝનના ગાંધીધામ રેલવે સ્ટૅશનને શુભકામના પાઠવીને જણાવ્યુ હતુ કે 2016 -’17 ના ગાળામાં સરેરાશ સ્ટેશનથી દૈનિક 1284 વેગન લોડ થતા હતા, જે તાજેતરમાં પુર્ણ થયેલા નાણાકિય વર્ષેમાં વધીને 1379 થયુ હોવાનું સ્પષ્ટ થયુ છે. 95 વેગન દૈનિક વધુ લોડ કરવાની વ્રુદ્ધી સ્ટૅશન હાંસલ કરી શક્યુ છે. જે માટે વેસ્ટર્ન રેલવે અને ટીમને શુભેચ્છા પાઠવાઈ હતી. અહિ નોંધવુ રહ્યુ કે ગાંધીધામ રેલવે સ્ટૅશન રેવન્યુ જનરેટ કરવામાં અગ્રીમ સ્થાન ધરાવે છે. જે કારણે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અવાર નવાર ગાંધીધામની મુલાકાતે આવતા રહે છે. તાજેતરમાં પશ્ચીમ રેલવેના વડાએ સ્ટૅશનની મુલાકાત લઈ વિવિધ બાબતોની જાણકારી મેળવી હતિ. તેમણે ઉત્સાહપુર્વક જણાવ્યુ હતુ કે દેશના કોઇ પણ ખુણામાં જો કાર્ગો મોકલવો હોય, તો તે માટૅ રેલવે સક્ષમ છે અને સ્થાનિક ઉધોગપતિઓ તે વિશે વિભાગને વિગતવાર જરુર જાણ કરે, તો બીજી તરફ એઆરએમ કુશાગ્ર મીતલને મંત્રાલય દ્વારા બુલેટ ટ્રેન વિશેની માહિતી મેળવવા માટે જાપાન મોકલાયા હતા. જ્યા 15 દિવસ ત્યા રહિ કઈ રીતે સમગ્ર બુલેટ ટ્રેનનું તંત્ર કાર્ય કરે છે તે અંગે તેમણે માહિતી મેળવી હતિ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending