Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » બુટલેગરના નવા ગતકડાં કારની સીટમાં દારૂ સંતાડ્યો પણ બચી તો ન જ શક્યા !

બુટલેગરના નવા ગતકડાં કારની સીટમાં દારૂ સંતાડ્યો પણ બચી તો ન જ શક્યા !

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 05:45 AM

નખત્રાણામાં રાજપૂત છાત્રાલયનો રજતજયંતિ મહોત્સવ ઉજવાયો શરાબ આડેસરથી માળિયા જઇ રહ્યો હતો સામખિયાળી...

  • બુટલેગરના નવા ગતકડાં કારની સીટમાં દારૂ સંતાડ્યો પણ બચી તો ન જ શક્યા !
    સામખિયાળિ પોલીસે આડેસરથી માળિયા લઇ જવાઇ રહેલો રૂ.૧૨,૬૦૦ની કિંમતનો અંગ્રેજી પ્રકારનો શરાબ સુરજબારી ચેકપોસ્ટ પાસેથી પકડી પાડ્યો હતો,જીપ સહિત કુલ રૂ.૩,૧૪,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દરોડા દરમિયાન નાસી ગયેલા અને જેણે આ શરાબ ભરાવી આપ્યો હતો તે મુળ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

    આબાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ,સામખિયાળીના સિનિયર પીએસઆઇ બી.ડી.ઝીલરિયાને આડેસરથી જીપ મારફત શરાબ માળિયા લઇ જવાઇ રહ્યો હોવાનીબાતમી મળતાં ટીમ સાથે સુરજબારી ચેકપોસ્ટ પર વોચમાં હતા ત્યારે જીજે-૦૨-ડબલ્યુ-૧૫૪૦ નંબરની ઝાયલો જીપ ઉભી રાખી ઝીણવટભરી તપાસ કરી તો જીપની સીટ અંદર છુવાવેલી અંગ્રેજી શરાબની રૂ.૧૨,૬૦૦ની કિંમતની ૩૬ બોટલોમળી આવી હતી,જીપમાં સવાર બે શખસોમાંથી રાપર તાલુકાનાનાંદા ગામનો બાલુભા વિરમજી જાડેજા દરોડા દરમિયાન નાસી જવામાં સફળ રહ્યો હતો જ્યારે મુળ રાજસ્થાનનો હાલ આડેસરના સોઢા કેમ્પમાં રહેતો છગનજી જોગારામ રબારીની પ્રાથમિક પુછપરછમાં આ શરાબ પલાંસવાના રામા વાજા ભરવાડે ભરાવ્યો હોવાની કબુલાત કરતાં સામખિયાળી પોલીસે રૂ.૩,૦૦,૦૦૦ની કિંમતની ઝાયલો ગાડી,રૂ.૧૫૦૦ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂ.૩,૧૪,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી,આ દરોડા દરમિયાન નાસી ગયેલા બાલુભા જાડેજા અને આ શરાબ ભરાવનાર પલાંસવાના રામા વાજા ભરવાડ સામે ગુનો નોંધી તેમને પકડવા ચક્રો ગતિમાનકર્યા છે.આ કામગીરીમાંસામખિયાળી પોલીસના પીએસઆઇ સાથે હેડ કોન્સ્ટેબલ ભરત જાદવ,વિનોદ બોડાત અને કોન્સ્ટેબલ હેતુભા ભાટી જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending