Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ‘ભાવિ પેઢીના વિકાસ માટે ઉચ્ચ શિક્ષણ એક અનિવાર્ય એકમ છે’

‘ભાવિ પેઢીના વિકાસ માટે ઉચ્ચ શિક્ષણ એક અનિવાર્ય એકમ છે’

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 05:45 AM

નખત્રાણામાં રાજપૂત છાત્રાલયનો રજતજયંતિ મહોત્સવ ઉજવાયો શરાબ આડેસરથી માળિયા જઇ રહ્યો હતો સામખિયાળી...

  • ‘ભાવિ પેઢીના વિકાસ માટે ઉચ્ચ શિક્ષણ એક અનિવાર્ય એકમ છે’
    ભાવિ પેઢીના વિકાસ માટે ઉચ્ચ શિક્ષણ અત્યંત જરૂરી છે અને સમાજના શૈક્ષણિક વિકાસ માટે સમય-સાધનનું યોગદાન આપવું પણ એટલું જ જરૂરી છે તેવી લાગણી નખત્રાણામાં રાજપૂત ક્ષત્રિય સમાજ આયોજિત રાજકીય પ્રતિભા સન્માન સમારોહ અને એમ.કે. જાડેજા ક્ષત્રિય છાત્રાલયના રજતજયંતિ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંબોધતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કરી હતી.

    ક્ષત્રિય સમાજના પ્રમુખ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ચુડાસમા, આઇ.કે. જાડેજા, પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, ગાંધીનગરના ધારાસભ્ય સી.જે. ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટીના ઉપકુલપતિ ચંદ્રસિંહ જાડેજા સહિતનાએ સમાજનું હિત હૈયે રાખીને એકતાનું સંવર્ધન થાય, સમાજની-ભાવિ પેઢીની યોગ્ય ચિંતા કરાય અને સમયની સાથે પરિવર્તનશીલ બની રહેવાય તેવી હાકલ કરી હતી.

    આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ગોહિલની ગ્રાન્ટમાંથી રૂા. 3 લાખના ખર્ચે છાત્રાલય વિસ્તારમાં નિર્મિત પાણીના બોરવેલની તક્તિનું અનાવરણ તેમજ નાયબ કલેક્ટર બનેલી સમાજની દીકરી નિશાબા રાઠોડનું સન્માન કરાયું હતું. છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયરાજસિંહ રાઠોડે છાત્રાલયના વિકાસ હેતુ 35 હજાર એકત્ર કરાયાની વાત કરી હતી. કાર્યક્રમમાં હિમ્મતસિંહ સોઢા, રણજીતસિંહ, અર્જુનદેવસિંહ ચૂડાસમા, હંસાબા ઝાલા, અબડાસા તા.પં. અધ્યક્ષા ઉષાબા જાડેજા, ચેતનાબા જાડેજા, જયોત્સનાબા જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, જોરૂભા રાઠોડ, નારાણજી જાડેજા, નવલસિંહ જાડેજા, પ્રવિણસિંહ વાઢેર, કિશોરસિંહ જાડેજા, હઠુભા જાડેજા, મનુભા જાડેજા, મહેશોજી સોઢા, ડો. નાનજી સોઢા, ગૃહપતિ રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના હાજર હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending