ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» બીનરાજકીય અડીખમ મહિલા ગ્રુપ દ્વારા બેઠકમાં લેવાયેલો નિર્ણય

    બીનરાજકીય અડીખમ મહિલા ગ્રુપ દ્વારા બેઠકમાં લેવાયેલો નિર્ણય

    DivyaBhaskar News Network | Last Modified - Apr 03, 2018, 05:45 AM IST

    સરકારી કર્મી સામે FIR દાખલ થાય એટલે ઝડપથી કાર્યવાહી કરવા દબાણ કરાશે
    • બીનરાજકીય અડીખમ મહિલા ગ્રુપ દ્વારા બેઠકમાં લેવાયેલો નિર્ણય
      બીનરાજકીય અડીખમ મહિલા ગ્રુપ દ્વારા બેઠકમાં લેવાયેલો નિર્ણય
      બીનરાજકીય અડીખમ મહિલા ગ્રુપની તાજેતરમાં મળેલી બેઠકમાં ભ્રષ્ટાચાર એ ઉધઇ સમાન હોઇ તેનો સડો દુર કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચાર વિરુધ્ધ લડત ચલાવવા માટે મક્કમતાથી આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે કર્મચારીઓ સામે એફઆઇઆર નોંધાણી હોય તેની સામે ઝડપથી કાર્યવાહી કરવા માટે પણ માંગણી કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર વિરુધ્ધ લડત ચલાવવાના રોડમેપ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

      બિનરાજકીય અડીખમ મહિલા ગ્રુપના સંયોજક પુનમબેન જાટએ બેઠકમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર એ ઉધઇ સમાન છે જેમ ઉધઇ વસ્તુને કોતરીને તેમાં સડો લગાવી વસ્તુને ખોખરી બનાવી દે છે તેમ ભ્રષ્ટાચારરૂપી સડો દેશને ખોખરો બનાવે છે. દેશના સર્વાંગી વિકાસમાં અવરોધ પણ પેદા કરે છે. ભ્રષ્ટાચાર સામે લડત ચલાવવા રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સરકારી તથા બિનસરકારી વિભાગોમાં વ્યાપક પ્રમાણમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે વ્યવસ્થિત ચળવળ ચલાવવામાં આવશે. માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરી જાહેર હીતમાં ભ્રષ્ટાચાર કરતી સંસ્થાઓ પાસેથી માહીતી માંગવામાં આવશે. નવા શૈક્ષણીક સત્રમાં સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ડોનેશન લઇને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે જેની કોઇ ફરિયાદ આવશે તો આ સંગઠન સંચાલકો વિરુધ્ધ અવાજ ઉઠાવશે.

      ભ્રષ્ટાચાર વિરૂધ્ધ લડત ચલાવવા ચળવળ શરૂ કરવામાં આવશે

      કેપીટીના બાકી રહેલા કર્મીઓને પ્લોટ નહી જ મળે તેવો પુનરોચ્ચાર

      પુર્વ સાંસદ પુનમબેન જાટએ જણાવ્યું છે કે પોર્ટના ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયા સાથેની બેઠકમાં થયેલી વાતચીત પછી તેઓએ કરેલા નિવેદનને વળગી રહ્યા છે. જેમાં કર્મચારીઓને હવેથી કોઇ પ્લોટ નહી મળે તે વાત સાચી છે. તેને હું પાછી દોહરાવી રહી છું. યુનીયનના નેતાઓને તેની વાતમાં દમ લાગતો ન હોય તો માહીતી અધિકારના અધિનીયમનો સહારો લઇને સાચી હકીકત મેળવવા પ્રયાસ કરવો જોઇએ. યુનીયનના નેતાઓ પોતાની ખીચડી પકાવવા અન્યની વાત ખોટી ઠરાવવા પ્રયત્નો કરી રહ્યા છે જેને વખોડી કાઢું છું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બીનરાજકીય અડીખમ મહિલા ગ્રુપ દ્વારા બેઠકમાં લેવાયેલો નિર્ણય
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `