તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોર્ટમાં કન્ટેનર વેસલ્સની ક્ષમતા વધારાઇ

પોર્ટમાં કન્ટેનર વેસલ્સની ક્ષમતા વધારાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2015-16માં 100 મિલિયન મેટ્રીક ટન માલનું પરિવહન કરીને દેશના બધા મહાબંદરોમાં અગ્રેસર રહ્યું છે. ઇન્ડિયન પોર્ટસ એસોસિયેશન (આઇપીએ)ની ટીમ દ્વારા કંડલા અને વાડીનાર સહિતના સ્થળોએ મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ તેણે કરેલી ભલામણો મુજબ પગલાં ભરવાનું કેપીટી પ્રશાસને જાહેર કર્યું છે. જહાજોની રાત્રિ આવાગમનની મહત્તમ એલઓએ 225 મીટરથી વધારીને 230 મીટર તથા ડ્રાફ્ટ 11.5 મીટરથી 11.75 મીટર કરવા તથા મહત્તમ 270 એલઓએ અને 12.5 મીટરનો ડ્રાફ્ટ ધરાવતા કન્ટેનર વેસલ્સને કંડલા ઇન્ટરનેશનલ ટર્મીનલ પર લાંગરવાની મંજૂરી સહીતના મહત્ત્વના પગલાં ભર્યાં છે અને તે અંગેનો પરિપત્ર પણ બહાર પાડતા વપરાશકારોને વધારાની સુવિધા મળશે તેવું જણાઇ રહ્યું છે.

આઇપીએની ટીમ દ્વારા ઓડીટ માટે કંડલા પોર્ટ, ઓફ શોર ઓઇલ ટર્મીનલ (વાડીનાર) તથા તુણા બંદરની મુલાકાત લેવામાં આવી હતી. કમિટી દ્વારા ઉપલબ્ધ માળખાકીય સવલતો અને સગવડોની કાર્યક્ષમતા સહિતની ચકાસણી કરવામાં આવી હતી. ચર્ચા-વિચારણા બાદ આઇપીએની ટીમ દ્વારા પોર્ટ અને મરીન સવલતો વિશે તેમની ભલામણનો રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જેના પર પોર્ટ દ્વારા વિચારણા કરવામાં આવી હતી અને અમલીકરણની દિશામાં પગલાં ભરવામાં આવ્યાં હતાં, જેથી પોર્ટ વપરાશકારો અને શીપીંગ વ્યવસાયકારોને સારી સગવડતાઓ પોર્ટમાં મળી શકે.

અન્ય મહત્ત્વના નિર્ણયોનો પરિપત્ર બહાર પડાયો

કેપીટીદ્વારા આઇપીએની ભલામણ બાદ જુદાં-જુદાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જે મુજબ સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે. કન્ટેનર વેસલ્સ સિવાયના મહત્તમ 260 એલઓએ તથા 12 મીટરનો ડ્રાફ્ટ ધરાવતા જહાજોને મંજૂરી મળશે. કંડલાની ખાડીમાં 13 મીટરનો ડ્રાફ્ટ હોવાથી હવેથી સમગ્ર વર્ષ દરમિયાન ઓછામાં ઓછું દિવસમાં એક વખત ડ્રાફ્ટ ઉપલબ્ધ થશે.

પરિપત્રનીઅમલવારી પણ મહત્ત્વની

સરકારીતંત્રમાં કેટલીક વખત મોટા ઉપાડે નિર્ણય લેવામાં આવતા હોય છે. ત્યાર પછી લેવાયેલા નિર્ણય અંગે સંબંધીત વિભાગોને પરિપત્ર પણ પાઠવવામાં આવતા હોય છે, પરંતુ તેની અમલવારી સરકારી રાહે થતી હોવાથી કેટલીક વખત ધાર્યું પરિણામ આવતું નથી અને પરિપત્રના અમલનો હેતુ પણ સાર્થક થતો નથી. કેપીટી પ્રશાસને ભયસ્થાન અંગે વિચારીને આગળ વધવું પડશે અને જરૂર પડયે કડક પગલાં ભરવા પણ તૈયારી દાખવવી પડશે.

ડ્રાફ્ટ ધરાવતા જહાજોની રાત્રિ આવાગમનની મહત્તમ એલઓએ વધારવામાં આવી

ઇન્ડિયન પોર્ટસ એસો.ની ભલામણ કેપીટીએ ગ્રાહ્ય રાખી

અન્ય સમાચારો પણ છે...