તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સામખીયાળીની આગજની પોલીસ ચોપડે ચડી

સામખીયાળીની આગજની પોલીસ ચોપડે ચડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનીવારેસામખીયાળી ખાતે પશુઓના વાડામાં વીજ લાઇનના કારણે અલગ-અલગ 11 લોકોના સંયુક્ત રીતે રાખવામાં આવેલ ઘાસચારામાં થયેલ આગજનીને પગલે થયેલ 7 લાખની નુકસાનોનો બનાવ રવિવારે પોલીસ ચોપડે ચડ્યો હતો. હીરાભાઇ પચાણભાઇ બાળાએ પોલીસમાં જાહેર કરેલી વિગતો અનુસાર, સુરેશ પ્રેમદાસ સાધુના વાડામાં કુલ 11 લોકોનો ઘાસનો જથ્થો સંયુક્ત રીતે રાખવામાં આવ્યો હતો જે સમગ્ર જથ્થો ઉપરથી પસાર થતી હાઇ વોલ્ટેજ વીજ રેષામાં તણખા ઝરતાં આગમાં ભસ્મીભૂત થઇ ગયો હતો. બનાવ સબંધે ગુનો દાખલ થતાં હે.કો. હરપાલસિંહ હનુભા જાડેજાને તપાસ સોંપવામાં આવી હોવાનું ડ઼્યુટી ઓફિસર વિનોદભાઇ કોડાતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...