તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગેરકાયદે દબાણ દૂર કરવા પાલિકા નબળી પુરવાર થઇ

ગેરકાયદે દબાણ દૂર કરવા પાલિકા નબળી પુરવાર થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામશહેરમાં કુદકે ને ભુસકે દબાણ થઇ રહ્યા છે. દબાણકારો સામે પગલાં ભરવામાં નગરપાલિકા ઉણી ઉતરી રહી છે. એસઆરસી દ્વારા એલોટ કરાયેલી દુકાનના આગળના ભાગમાં આવેલા આર્કેડ ખુલ્લા રાખવાના હોય છે, તેમાં પણ દબાણ કરવામાં આવ્યા છે, તેવી ફરિયાદ ઉઠી છે.

પાલિકાની નીતિને કારણે શહેરના વિસ્તારોમાં ગેરકાયદે દબાણ વધી રહ્યા છે. દબાણ દૂર કરવા માટે કેટલીક વખત માત્ર નોટિસ આપવામાં આવે છે. પરંતુ કાયમી સોલ્યુશન લાવવામાં આવતું નથી. રાજકીય પ્રેસરને કારણે પણ કેટલીક વખત દબાણકારોને છૂટો દોર મળી જાય છે. તેવા પણ કેટલાક વિવાદાસ્પદ કિસ્સા અગાઉ ચર્ચાસ્થાને રહ્યા છે. આવી રીતે દુકાનોના આર્કેટના દબાણ મુદ્દે પણ વિવાદ ઉભો થયો છે. ડીબીઝેડ સાઉથ વિસ્તારમાં રહેતા નાગરિક સમીર દુદાણીએ કલેક્ટરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, ગાંધીધામમાં એસઆરસી દ્વારા એલોટ કરવામાં આવેલી દુકાનોના આગળના ભાગમાં આવેલો આર્કેડ જનતા માટે ખુલ્લો રાખવાની શરત મુકવામાં આવી છે. લીઝ ડીડમાં પણ સ્પષ્ટ જણાવાયું છતાં ખુલ્લેઆમ દબાણ થયા છે. શહેરમાં આવેલા આર્કેડ પ્રજાની અવરજવર માટે ખુલ્લા રાખવાની જવાબદારી પાલિકાની છે. અંગે માહિતી અધિકાર હેઠળ માહિતી પણ માગી હતી, પરંતુ પાલિકાએ રેકર્ડ ઉપર કોઇ બાબત ઉપલબ્ધ હોવાનું જણાવી માહિતી આપી નથી. પાલિકામાં દબાણ ઇન્સ્પેક્ટરની સ્પેશિયલ પોસ્ટ બનાવવામાં આવી છે. આવા સંજોગોમાં હવે આર્કેડના દબાણો દૂર કરવામાં આવે તે માટે પગલાં ભરવા તેઓએ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...