તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અપનાનગરમાં ગટરના પાણી ઘરમાં ઘુસ્યા

અપનાનગરમાં ગટરના પાણી ઘરમાં ઘુસ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનગરપાલિકામાં 10થી વધુ દિવસથી 330 જેટલા સફાઇ કામદારો હડતાલ પર ઉતર્યા છે તેની અસર શહેરના જુદા જુદા વિસ્તારમાં પડી રહી છે. અપનાનગરમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પાલિકામાં ત્રણ વખત રજૂઆત કર્યા પછી આવેલા કોન્ટ્રાક્ટરના કામદારોએ સ્થળ નિરીક્ષણ કરીને કામગીરી વગર ચાલ્યા ગયાની બુમ ઉઠી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અપનાનગરના રહીશોના ઘરમાં ગટર ઉભરાવાથી ભારે કફોડી હાલતમાં મુકાઇ જવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ગટર ઉભરાવાની દુર્ગંધથી માથુ ફાટી જાય તેવી સ્થિતિમાંથી વિસ્તારના રહીશોને ઉગારવા માટે નાગરિક દ્વારા તા.20, 22 અને 26 એમ ત્રણ વખત ફરિયાદ પણ કરી હતી. ફરિયાદ બાદ કોન્ટ્રાક્ટ પર રાખેલા કામદારો આવ્યા હતા પરંતુ તેઓ બાબતે કશું કરી શકે તેમ હોવાથી માત્ર સ્થળ નિરીક્ષણ કરીને ચાલ્યા ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના જુદા જુદા વિસ્તારમાં ગટર ચોકઅપ થઇ જતાં લોકોના ઘરમાં પાણી ફરી વળતાં લોકોની હાલત કફોડી બની રહી છે. આવા સંજોગોમાં પાલિકા અને સફાઇ કામદારો વચ્ચેના સંઘર્ષમાં મરો સામાન્ય નાગરિકનો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...