તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સફાઇ કામદારો પર થતા અત્યાચાર અટકાવવા માંગ

સફાઇ કામદારો પર થતા અત્યાચાર અટકાવવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામનગરપાલિકામાં 30 વર્ષથી કાયમી તથા હંગામી ધોરણે કામ કરતા સફાઇ કામદારો સળંગ ફરજ બજાવતા હોવા છતાં તેને નાણાંકીય હક્કથી વંચિત રાખી વેટ ભોગવવા ફરજ પાડી શોષણ કરવામાં આવી રહ્યાની લાગણી અખિલ ભારતીય મજદૂર સંઘે વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીને બાબતે પત્ર પાઠવી વાલ્મીકિ અનુસુચિત જાતિના સફાઇ કામદારોને થતા અત્યાચાર અટકાવવા માગણી કરી છે.

અખિલ ભારતીય સફાઇ મજદુર સંઘ દ્વારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, નગરપાલિકામાં કાયમી તથા હંગામી ધોરણે 30 વર્ષથી સળંગ ફરજ બજાવતા અનુસુચિત જાતિ પૈકી વાલ્મીકિ જાતિના કર્મચારીને કાયદાની રૂએ આપેલા નાણાંકીય હક્કથી વંચિત રાખવામાં આવે છે. નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ તરફથી વેટ ભોગવવા ફરજ પાડી શોષણ કરવામાં આવે છે. જેમાં કાયમી સફાઇ કામદારોને છઠ્ઠા પગાર ધોરણના એરીયર્સના નાણાં ચુકવવા, કાયમી સફાઇ કામદારોને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા, કાયમી તથા હંગામી સફાઇ કામદારોને બોનસના નાણાં આપવા અને હંગામી તથા અવેજી સફાઇ કામદારોને ભરપગારે રજાનો લાભ આપવા સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે. પ્રશ્ને રજૂઆત કરવામાં આવ્યા છતાં પગલા ભરાયા નથી.

અન્ય સમાચારો પણ છે...