તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સવા કરોડના ખર્ચે થનારા કામોને લીલીઝંડી અપાઇ

સવા કરોડના ખર્ચે થનારા કામોને લીલીઝંડી અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામનગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં અંદાજે સવા કરોડના ખર્ચના 50થી વધુ વિકાસ કામોની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. જેમાં રસ્તા, ગટરલાઇન, પાણીની લાઇન વગેરે કામોનો સમાવેશ થાય છે.

ગાંધીધામ પાલિકાની કારોબારીની બેઠક શુક્રવારે યોજવામાં આવી હતી. બેઠકમાં 14મા નાણાપંચની ગ્રાન્ટમાંથી આદિપુર ખાતે વોર્ડ 2/બીમાં તથા વોર્ડ નં. 9/બીમાં અને અપનાનગરમાં ભુગર્ભ ગટરલાઇન અંદાજે 36 લાખના ખર્ચે નાખવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ભુગર્ભ ગટરલાઇનની કામગીરી માટે આવેલી દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી હતી. ભુગર્ભ ગટરલાઇનની અંદાજે 30થી વધુ દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે વાહન રીપેરીંગની પણ 15થી વધુ આવેલી દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. નગરપાલિકાના દંડની વ્યાજ અને વળતરના નિયમો નગરપાલિકાના નિયામકમાંથી સુધારીને આવી ગયા હોવાથી તેને મંજુરી આપવામાં આવી હતી. પાલિકાના ચાલતા જુદા જુદા કેસ સંદર્ભે રોકવામાં આવેલા વકીલની ફીને બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા આયોજનની 2016-17ની વિકેન્દ્રીત જિલ્લા આયોજનની ગ્રાન્ટ 25 લાખની મર્યાદામાં આવી છે તેમાં વિકાસ કામોની દરખાસ્ત માટે માગેલી વિગત અંગે ચર્ચા કરીને મંજુરી આપવામાં આવી હતી. બેઠકમાં ચેરમેન તારા ચંદનાની અન્ય સભ્યો દીપક પારખ, ગોવિંદ નિંજાર, પરમાનંદ ક્રિપલાણી, ધનસુખ ઠક્કર, પન્નાબેન જોશી, વિમલેશ શર્મા, ઉષા મીઠવાણી, નયના પટેલ, કાંતા સોલંકી વગેરે હાજર રહ્યા હતા.

આદિપુર કચેરીની સમસ્યા ઉકેલાશે

ગાંધીધામ-આદિપુરશહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ભુગર્ભ ગટરના દુષિત પાણીની ફરિયાદ અવારનવાર ઉઠે છે. આદિપુરની નગરપાલિકાની મુખ્ય કચેરી અને તેની બાજુમાં આવેલા પે એન્ડ યુઝ ટોયલેટનું કનેકશન સેપ્ટીક ટેન્કમાં આપેલ છે. જેના કારણે અવારનવાર ડ્રેનેજ બ્લોક થતાં જાહેર રસ્તા પર ભુગર્ભ ગટરના દુષિત પાણી ફરી વળે છે. કાયમી સમસ્યા નિવારણ માટે મુખ્ય ભુગર્ભ ગટરલાઇનમાં 4.90 લાખના ખર્ચે જોડાણ આપવા મંજુરી આપવામાં આવી હતી.

સુંદરપુરીમાં47 લાખના ખર્ચે કામ થશે

જુનીસુંદરપુરી વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા અવારનવાર ઉભી થાય છે. બાબતે વર્ષોથી રજૂઆત પણ કરવામાં આવે છે. રજૂઆત બાદ કાયમી નિરાકરણ લાવવા પગલા ભરવાની માંગણી પણ કરવામાં આવી રહી છે. પરંતુ અત્યાર સુધી સમસ્યા ઉકેલવા પ્રયત્ન કરવા દરમિયાન વોર્ડ નં.10માં તલાવડી વાસથી ટાગોર રોડ મેઇન માર્ગ સુધી 450 એમએમ દાયરાની ભુગર્ભ ગટર લાઇન નાખવા 47.83 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...