ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» આદિપુર શનિદેવ મંદિર સામે વાહન અડફેટે મહિલાનું મોત

    આદિપુર શનિદેવ મંદિર સામે વાહન અડફેટે મહિલાનું મોત

    DivyaBhaskar News Network | Last Modified - Mar 31, 2018, 05:05 AM IST

    સંકુલ માં ફરી જીવલેણ હિટ એન્ડ રનનો બનાવ ભુજથી મરણપ્રસંગે આવેલી મહિલાને ટક્કર મારી ચાલક નાસી જતાં તેને...
    • આદિપુર શનિદેવ મંદિર સામે વાહન અડફેટે મહિલાનું મોત
      આદિપુર શનિદેવ મંદિર સામે વાહન અડફેટે મહિલાનું મોત
      આદિપુર નજીક આવેલા શનિદેવ મંદિર સામે પગપાળા ચાલીને જઇ રહેલી ભુજની 50 વર્ષીય મહીલાને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતાં સારવાર દરમીયાન આ મહીલાનું મોત નિપજ્યું હતું અને ફરી હિટ એન્ડ રનનો બનાવ જીવલેણ સાબીત થયો હતો.

      મુળ ભુજના જુની રાવલવાડી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય દિવાળીબેન મનજીભાઇ વાઘેલા ગુરુવારે સાંજે મરણ પ્રસંગે આદિપુર આવેલા અને ભુજ પરત ફરતી વખતે શનિદેવના મંદિર સામે પગપાળા જઇ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી દેતાં ગંભીર ઘાયલ થયેલી આ મહિલાને પહેલાં રામબાગ હોસ્પીટલ અને વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પીટલ ખસેડવામાં આવી હતી જ્યાં શુક્રવારે સારવાર દરમિયાન બપોરે 12.30 વાગ્યે આ મહિલાએ દમ તોડ્યો હતો.

      અંજાર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ પીએસઆઇ ઝેડ.વી.રાયમાને સોંપી છે.અત્રે ઉલ્લેખનિય છે કે,સંકુલમાં અગાઉ પણ જીવલેણ હિટ એન્ડ રનનો બનાવ બની ચુક્યો છે તેમ આ બનાવ પણ જીવલેણ સાબિત થયો છે ત્યારે ગાંધીધામ સંકુલમાં બેફામ વાહન ચલાવતા ચાલકો સામે પોલીસ અને આરટીઓ તંત્ર કડક પગલાં ભરે તે જરૂરી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આદિપુર શનિદેવ મંદિર સામે વાહન અડફેટે મહિલાનું મોત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `