ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Gandhidham» લિગ્નાઇટમાં 170થી 290 સુધી ટન દીઠ ભાવ વધારો અમલી

  લિગ્નાઇટમાં 170થી 290 સુધી ટન દીઠ ભાવ વધારો અમલી

  DivyaBhaskar News Network | Last Modified - Mar 31, 2018, 05:05 AM IST

  સંકુલ માં ફરી જીવલેણ હિટ એન્ડ રનનો બનાવ ભુજથી મરણપ્રસંગે આવેલી મહિલાને ટક્કર મારી ચાલક નાસી જતાં તેને...
  • લિગ્નાઇટમાં 170થી 290 સુધી ટન દીઠ ભાવ વધારો અમલી
   લિગ્નાઇટમાં 170થી 290 સુધી ટન દીઠ ભાવ વધારો અમલી
   કચ્છના ટ્રક માલિકો માટે ફરી માઠા સમાચાર મળી રહ્યા છે. જેમાં લિગ્નાઇટના માતાના મઢ, ઉમરસર સહિત સમગ્ર રાજ્યની માઇન્સોમાંની લિગ્નાઇટમાં ટન દીઠ 170થી 290 સુધી ભાવ વધારો જીએમડીસી દ્વારા કરાયો છે. પરિણામે લિગ્નાઇટ વપરાશકારો ફરી આપાતી કોલસના તરફ વળશે જેથી કચ્છના ટ્રક માલિકોનો પરિવહન ઘટશે જેથી અન્ય સંલગ્ન ધંધાને અસર પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

   જીએમડીસીના સૂત્રોમાંથી સત્તાવાર મળતી વિગતો અનુસાર માતાનામઢ-ઉમરસર ખાણેથી લિગ્નાઇટના ભાવ ટન દીઠ 170 રૂપિયાનો વધારો કંપનીઓ માટે જ્યારે ફ્રીસેલ વપરાશકારો માલ લેતા હતા એ લોકો માટે ટન દીઠ રૂા.290 વધારો કરાયો છે.

   આ અંગે ટ્રાન્સપોર્ટ એસો.ના અગરણી નરેન્દ્રભાઇ મિરાણીએ જણાવ્યું હતું કે, ફ્રીસેલ ભાવનો વધારો અસહય હોઇ ધંધા પર વીપરીત અસર પડશે અને આમ પણ જીએમડીસી દ્વારા વર્તમાન સ્થિતિએ લિગ્નાઇટ આપવામાં થતાં અખાડા ભવિષ્યમાં ઉમરસર ખાણ બંધ કરાય તેવી ભીતી દર્શાવી અને શરૂઆત ફ્રીસેલ 500 ટન એક માસ દરમિયાન અપાતું હવે એક જ પેઢીને માત્ર 255 ટન જ આપવામાં આવશે તેવું જીએમડીસી નિર્ણય લીધો છે. તો આજે 30/3ના બપોરે 12 વાગ્યા બાદ માતાના મઢનું લોડિંગ બંધ કરાયું છે. માર્ચ માસના અંતિમ દિવસનું બહાનું આગળ ધરી લોડિંગ બંધ કરાતા અંદાજીત 1500 જેટલી ટ્રકોનું એડવાન્સ ભરેલી રકમનું માલ લેપ્સ જશે. પરિણામે કરોડો રૂપિયા વપરાશ કારોના રોકાઇ જશે. તેમણે જીએમડીસીના અભિગમ સામે નારાજગી દર્શાવી અને હાલના સંજોગોમાં ટ્ર માલિકો-ટ્રાન્સપોર્ટરોનું મોટું નુકશાન થઇ રહ્યું છે. જે માટે ગુજરાત ટ્રક.એસોના પ્રમુખ અને રાજ્યમંત્રી વાસણભાઇ આહિર સમક્ષ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. ટ્રક માલિક મંડળના સદસ્ય માવજીભાઇ ગુસાઇએ પણ વર્તમાન માતાના મઢ માઇન્સ મેનેજર સામે નારાજગી દર્શાવી અને ટ્રક માલિકોને મોટુ નુકશાન થતું હોવાનું કરાયું હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લિગ્નાઇટમાં 170થી 290 સુધી ટન દીઠ ભાવ વધારો અમલી
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `