• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ગાંધીધામમાં 16 રોમિયોને પોલીસે માફીપત્ર લખાવ્યાં

ગાંધીધામમાં 16 રોમિયોને પોલીસે માફીપત્ર લખાવ્યાં

એન્ટી રોમીયો સ્ક્વોડની ટીમ ગાંધીધામ આદિપુર તેમજ અંજારની સ્કુલ,કોલેજ અને બગીચામાં ત્રાટકી

DivyaBhaskar News Network | Updated - Mar 31, 2018, 05:05 AM
ગાંધીધામમાં 16 રોમિયોને પોલીસે માફીપત્ર લખાવ્યાં
ગાંધીધામ એન્ટી રોમીયો સ્કવોડની ટીમે ગાંધીધામ,આદિપુર તેમજ અંજારની શાળાઓ,કોલેજો તથા બગીચાઓમાં ત્રાટકી રોમિયોગીરી કરતા 16 રોમિયોને પકડી તેમની પાસે માફીપત્ર લખાવ્યા હતા.આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,ગાંધીધામ એન્ટી રોમિયો સ્ક્વોડના મહીલા પીએસઆઇ એચ.વી.ધેડા અને તેમની ટીમે ગાંધીધામના સિંધુબાગ,ડીએવી સ્કુલ,સરસ્વતી સ્કુલ,ગીધવાણી કોલેજ,તોલાણી કોલેજ,તોલાણી કેમ્પસ,સેન્ટ ઝેવિયર્સ સ્કુલ,મૈત્રી સ્કુલ, ગાર્ડન તેમજ અંજાર વીસ્તારની સ્કુલ અને બગીચાઓનમાં સઘન પેટ્રોલીંગ દરમીયાન તોલાણી કેમ્પસ તેમજ અંજાર ખાતે આવેલા બગીચા પાસે રોમીયોગીરી કરતા 16 રોમીયોને માફીપત્ર લખાવ્યા હતા.

X
ગાંધીધામમાં 16 રોમિયોને પોલીસે માફીપત્ર લખાવ્યાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App