• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • મોટી ખેડોઇમાંથી રૂ.6,200નો 3100 લીટર દેશી દારૂ જપ્ત

મોટી ખેડોઇમાંથી રૂ.6,200નો 3100 લીટર દેશી દારૂ જપ્ત

DivyaBhaskar News Network

Mar 31, 2018, 05:05 AM IST
મોટી ખેડોઇમાંથી રૂ.6,200નો 3100 લીટર દેશી દારૂ જપ્ત
અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામની સીમમાં બાવળની ઝાડીઓ વચ્ચે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે ત્રાટકી રૂ.6,200ની કિંમતનો 3100 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો પરંતુ આ દરોડા દરમીયાન આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.

આ બાબતે અંજાર પોલીસના એએસઆઇ વાલાભાઇ આહીરે વિગતો આપતાં જણાવ્યું હતું કે,પીઆઇ બીઆર પરમારની સૂચનાથી પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે મોટી ખેડોઇની સીમમાંભીમનાથ મહાદેવ મંદિરની પાછળની ઝાડીઓમાં દેશી દારૂ બનાવી એક ભઠ્ઠીમાંથી રૂ.3400ની કિંમતનો 1700 લીટર દેશીદારૂ બનાવવાનો આથો કબજે કર્યો હતો,આરોપી ધન્મેન્દ્રસિંહ ઉર્ફે કાનો નરપતસિંહ જાડેજા હાજર મળ્યો ન હતો,આ જ સીમમાં બીજા દરોડામાં આરોપી રઘુભા વીભાજી જાડેજા હસ્તકની ભઠ્ઠીમાંથી રૂ.2800ની કિંમતનો 1400 લીટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો હતો આરોપી હાજર મળ્યો ન હતો.આ કામગીરીમાં એએસઆઇ વાલાભાઇ આહિર સાથે પોલીસકોન્સ્ટેબલ હિરેન ચાવડા અને વિશ્વજીતસિંહ જાડેજા જોડાયા હતા.અત્રે ઉલ્લેખનિય છે કે અંજાર પોલીસે છેલ્લા થોડા સમયથી દેશી દારૂના ધંધાર્થીઓ પર સપાટો બોલાવ્યો છે.

X
મોટી ખેડોઇમાંથી રૂ.6,200નો 3100 લીટર દેશી દારૂ જપ્ત
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી