તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દીન દયાલ પોર્ટનો લોગો બનાવવા કવાયત

દીન દયાલ પોર્ટનો લોગો બનાવવા કવાયત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાપોર્ટનું નામ દીન દયાલ રાખવામાં આવ્યા પછી જુદા જુદા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. પોર્ટના દરવાજે નામકરણ બદલવામાં આવ્યા પછી એઓ બિલ્ડીંગમાં પણ નામ બદલવામાં આવ્યું હતું.ત્યાર બાદ પોર્ટનો લોગો સ્થાનિક, ભૌગોલિક દ્રષ્ટ્રીને અનુકુળ અને આકર્ષક રીતે બની શકે તે માટે લોકોના પ્રતિભાવ મંગાવવામાં આવ્યા હતા. હાર્ડ કોપી સાથે મંગાયેલી વિગતમાં 200 જેટલા લોકોએ પોત-પોતાના લોગો તૈયાર કરીને મોકલી આપ્યા હતા. મોકલેલા લોગો અંગે આજે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

દીન દયાલ પોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 996 કરોડના જુદા જુદા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ માટે આવેલા વડાપ્રધાન મોદીએ પોર્ટનું નામ બદલવા માટે સૂચન કર્યું હતું. સૂચનના પગલે પોર્ટ પ્રશાસન દ્વારા બોર્ડ મીટિંગમાં ઠરાવ કરીને શિપિંગ મંત્રાલયમાં મોકલી આપવામાં આવ્યો હતો. શિપિંગ મંત્રાલયમાંથી મંજુરી આપ્યા બાદ નામ બદલી નાખવામાં આવ્યું હતું. દીન દયાલ પોર્ટ નામકરણ થયા પછી એઓ બિલ્ડીંગમાં પણ જરૂરી સુધારા વધારા કરીને નામ બદલવામાં આવ્યું હતું. દરમિયાન પોર્ટ પ્રશાસન દ્વારા પોર્ટનો નવો લોગો તૈયાર કરવાના હેતુથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નવા લોગો માટે લોકો પાસેથી ડિઝાઇન મંગાવવામાં આવી હતી. લોગો સાથે મંગાવેલી ડિઝાઇનમાં મુદ્દત વિતી ગયા પછી પણ વધારો કરવામાં આવતા 200 જેટલા લોકોએ પોતાના કલા કૌશલ્યના દર્શન કરાવીને હાર્ડ કોપી સાથે લોગો મોકલી આપ્યો હતો. ત્યાર બાદ પસંદગી સમિતિની બેઠક આજે ચેરમેન રવિ પરમારની હાજરીમાં મળી હતી. જેમાં એઆઇએમ અધિકારી તથા અન્ય સભ્યોએ હાજર રહીને ચર્ચા વિચારણા કરી હોવાના સંકેત મળી રહ્યા છે.

પ્રથમ વિજેતાને ઇનામ અપાશે

પોર્ટદ્વારા અગાઉ લોગોની ડિઝાઇન જેની પસંદ થશે તેને ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નસીબવંતા લોકોનો લોગો કાયમી સંભારણું પણ બની રહેશે. જેમાં અંદાજે દોઢેક લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવશે. અન્યને પ્રોત્સાહીત ઇનામ પણ આપવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, પોર્ટ પ્રશાસન એવું ઇચ્છી રહી છે કે, જે લોગો તૈયાર થાય તે પોર્ટના વિકાસની બાબત વર્ણવવાની સાથે સાથે સ્થાનિક રીતે સંસ્કૃતિના દર્શન પણ થઇ શકે તેવો હોવો જોઇએ. હવે જોવું રહ્યું કે, કોનો લોગો પસંદ થાય છે અને કેવી રીતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

200થી વધુ લોકોએ પોત-પોતાનું કલાકૌશલ્ય રજૂ કર્યું છે

અન્ય સમાચારો પણ છે...