તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લેખકોની વધતી સંખ્યા, રચનાનું સ્તર સરાહનીય

લેખકોની વધતી સંખ્યા, રચનાનું સ્તર સરાહનીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાહિત્યઅકાદમી મુંબઇ દ્વારા તોલાણી વિદ્યા મંદિર સંચાલિત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સિંધી વિભાગના સહયોગથી સિંધી લેખિકાઓનું સમકાલીન સાહિત્ય આદિપુર અને ગાંધીધામ વિષય પર એક દિવસની પરીચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ત્રીઓને જો શિક્ષાનો અધિકાર મળે તો ખુદ તેણી વધુ સારી રીતે અભિવ્યક્તિ કરી શકશે તેવું મંતવ્ય આપવામાં આવ્યું હતું. જ્યારે સાહિત્ય સમાજનું દપર્ણ છે અને સ્ત્રીઓ તેને ઉજ્વળ રાખે છે તેમ પણ જણાવાયું હતું.

તોલાણી વિદ્યામંદિરના અધ્યક્ષ અંજના હજારે પુસ્તક પ્રદર્શનનું ઉદ્દઘાટન કરીને પ્રસંગે જણાવ્યું હતું કે, ત્રણ પેઢીથી સ્ત્રીઓના જીવનમાં પરીવર્તન આવ્યું છે. સ્ત્રી શિક્ષા મહત્વપૂર્ણ બતાવીને સ્ત્રીઓને જો શિક્ષાનો અધિકાર મળે તો તેણી વધુ સારી રીતે અભિવ્યક્તિ કરી શકશે તેમ જણાવ્યું હતું. ઉદ્દઘાટન સત્રના સ્વાગત પ્રવચનમાં ડૉ. સુશીલ ધર્માણીએ જણાવ્યું હતું કે, સમાજ પુરૂષ પ્રધાન કહેવાડાય છે પરંતુ વાસ્તવમાં સ્ત્રીઓની મોટી ભૂમિકા છે. સાહિત્ય સમાજનું દપર્ણ છે તો દપર્ણને ઉજ્વળ સ્ત્રીઓ રાખે છે. ડૉ. વીમી સદારંગાણીએ સિંધી સ્ત્રી લેખનના વિકાસની સંક્ષિપ્ત રૂપરેખા આપીને જણાવ્યું હતું કે, આદિપુર અને ગાંધીધામની લેખીકાઓ સમકાલીન સિંધી સાહિત્ય પર વિચાર વ્યક્ત કરી સિંધી યુવા સાહિત્યમાં લેખીકાની વધતી સંખ્યા અને રચનાનું સ્તર સરાહનીય ગણાવ્યું હતું. અંજના હજારે ત્રણ પેઢીથી સ્ત્રીઓના જીવનમાં આવેલા પરીવર્તનની વાત કરીને સ્ત્રી શિક્ષાને મહત્વપૂર્ણ બતાવી સ્ત્રીઓને જો શિક્ષાનો અઘિકાર મળે તો તેણી વધુ સારી રીતે અભિવ્યક્તિ કરી શકે તેમ જણાવ્યું હતું. જીયા સહાણીની અધ્યક્ષતામાં પ્રથમ સત્રમાં પુનમ ધનવાણી, રીતુ ભાટીયા, પુષ્પા ભંભાણીએ કહાની, નાટક, કવિતા, ઉપન્યાસ વગેરેમાં આદિપુર- ગાંધીધામના લેખીકાના યોગદાન પર વિવેચન આપ્યું હતું. મેરી પ્રિય સિંધી પુસ્તક અંતર્ગત સીમરન અભિચંદાણી, પાયલ મેઘાણી, મંજુ મીરવાણી, હીરુ ઇસરાની, કોમલ ચંદનાનીએ ઇન્દ્રા વાસવાણી, વીમી સદારંગાણી, રીતુ ભાટીયા, ચંપા ચેતનાનાની પુસ્તકો પર ચર્ચા કરી હતી. લેખીકાઓએ પોતાની કવિતા, કહાની નાટક, રજૂ કરતા શ્રોતાઓએ તેને વધાવી લીધા હતા. શિક્ષણ જગતના અગ્રણીઓ અને સાહિત્ય પ્રેમીઓ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું ઉદ્દઘાટન અને પુસ્તકોના પ્રદર્શન નિહાળતા છાત્રો

સાહિત્ય અકાદમી દ્વારા સિંધી લેખીકા સમકાલીન સાહિત્ય પર પરીચર્ચા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...